મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (13:43 IST)

હુ ભોલેનાથનો ભક્ત...મને ઈશ્વરે મોકલ્યો.. આટલુ કહીને વૃદ્ધ વ્યક્તિએ મહિલાને લાતો અને મુક્કા મારીને મારીને કરી હત્યા

arrested
ખુદને ભગવાન શિવનો અવતાર બતાવીને 60 વર્ષની વ્યક્તિએ 85 વર્ષની મહિલાની હત્યા કરી નાખી. હત્યા પહેલા આરોપીએ વૃદ્ધ મહિલાની છાતી પર હુમલો કર્યો. મહિલાના છાતીમાં મુક્કા માર્યા. મામલો ઉદયપુરના સાયરા વિસ્તારનો છે. ઘટના 5 ઓગસ્ટની છે. તેનો VIDEO રવિવારે સામે આવ્યો છે. 
 
એસપી ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે, તરપાલના રહેવાસી આરોપી પ્રતાપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે સાયરાની રહેવાસી કલ્કી બાઈ 5 ઓગસ્ટના રોજ સવારે પિહાર (જરોલી) જવા નીકળી હતી. આરોપીએ મહિલાને હમરાઈ પાસે આવતી જોઈ અને તેને પકડી લીધી અને ખુદને ભગવાન શિવનો અવતાર કહેવા લાગ્યો. દરમિયાન અહીં બકરા ચરાવવા આવેલા નાથુ સિંહે આરોપીને જોઈને વિચાર્યું કે તે મહિલા સાથે મજાક કરી રહ્યો છે.
 
જ્યારે આરોપી તેને મારવા લાગ્યો ત્યારે નાથૂ સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો. આરોપી ન રોકાયો. ત્યારે પાસે ઉભેલા 2 સગીર છોકરાઓ જે બકરી ચરાવી રહ્યા હતા તેમણે આનો વીડિયો બનાવી લીધો. એસપીએ કહ્યુ કે પૂછપરછમાં આરોપીએ કહ્યુ કે તે દારૂના નશામાં હતો અને તેને વિચાર્યુ કે તે ભગવાનનો અવતાર છે અને મહિલાને મારીને ફરીથી જીવંત કરી દેશે. 
 
આરોપીએ મહિલા પર તેની જ છત્રીથી ઉપરાઉપરી હુમલા કરવા શરૂ કરી દીધા. મહિલા લોહીલુહાણ થઈ ગઈ. ત્યારબાદ આરોપી મારતો રહ્યો. તેણે મહિલાની છાતી પર પણ મુક્કા માર્યો. થોડી વાર પછી મહિલા બેહોશ થઈ ગઈ. 
 
જાણો - વીડિયોમાં શુ છે 
 
 વીડિયોમાં આરોપી પ્રતાપ સિંહ મહિલાની પાસે બેઠો છે, તેનો ચહેરો લોહીથી લથબથ જોવા મળી રહ્યો છે. આરોપી મહિલાના વાળ પકડીને તેને કહે છે-
 
બધું સાચુ કહીશ 
 
હું ભગવાન ભોલેનાથના ત્યાથી આવ્યો છું અને ભગવાને મને મોકલ્યો છે.
 
હું ભોલેનાથનો ભક્ત છું,
 
સારુ થયુ તુ મળી ગઈ 
 
મહારાણી બનીને ફરે છે 
(આટલુ કહ્યા પછી તે જોરથી વૃદ્ધ મહિલાની છાતી પર મુક્કો મારે છે) મહિલા જમીન પર પડી જાય છે. 
 
વીડિયોમાં આરોપી મહિલાની ચોટલી પકડીને તેને આમ તેમ ઘસીટે છે અને લાત અને મુક્કા મારતો દેખાય રહ્યો છે.  
બીજા વીડિયોમાં આરોપી પ્રતપ સિંહ મહિલા પર પગ મુકીને ઉભો છે. આ દ્ફરમિયાન એક યુવક  તેને રોકવાની કોશિશ કરે છે. પણ તે માનતો નથી અને મહિલાના માથા પર છત્રીના અણીદાર ભાગથી હુમલો કરે છે. 
 
વીડિયો સામે આવતા એસપીના આદેશ બાદ પોલીસ હરકતમાં આવી. પોલીસે મુખ્ય આરોપી પ્રતાપ સિંહની ધરપકડ કરી લીધી. સાથે જ ઘટના સમયે હાજર નાથૂસિંહ અને બે સગીર બાળકોની શુ ભૂમિકા રહી છે તેને લઈને તપાસ કરી રહી છે.