શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (10:56 IST)

પ્રેમિકાએ કરી પ્રેમીની ફિલ્મી સ્ટાઇલમાં હત્યા

Death
- માછલાં વેંચીને ગુજરાન ચલાવતા પ્રેમી-પ્રેમિકાનો ઝગડો બન્યો ક્રાઈમ 
- નજીવા કારણોસર સંબંધોની થઈ રહી છે હત્યા 
 
આજકાલનો પ્રેમ સ્વાર્થી અને ટાઈમપાસ થઈ ગયો છે. યુવક-યુવતી એકબીજાની જરૂરિયાત પ્રમાણે પ્રેમી પસંદ કરે છે તેથી જ તો થોડી પણ નારાજગી થતા રિસણા-મનામણા ને બદલે સીધા મારઝૂડ અને મર્ડર જેવી ઘટનાઓ વધુ જોવા મળે છે. આવી જ એક ઘટના ભાવનગરના વેળાવદર ભાલ પંથકમાં બની છે.  વેળાવદર ભાલમાં આવેલા નિરમા કંપનીની ગેટ ચેક પોસ્ટ પાસે ઝૂપડામાં રહેતા અને માછલાં વેંચીને ગુજરાન ચલાવતા હતા. તેમને વિપુલ ચંદુભાઈ ચાવડા ( ઉ.વ ૨૪ )ને પ્રેમ સંબંધ થઈ ગયેલ હોય છેલ્લા પાંચ-છ વર્ષથી વિપુલ આ સોનલબેન સાથે રહેતો હતો અને તેની સાથે માછીમારીનો ધંધો કરતો હતો. તે દારૂડિયો હતો અને વારંવાર દારૂ પીવાના પૈસા માટે સોનલબેનને પરેશાન કરતો હતો. 
 
આ જ રીતે ગઈકાલે વિપુલે સોનલબેન પાસે દારૂ પીવાના પૈસાની માંગણી કરતા સોનલબેનને પૈસા આપાવની નાં પાડી દીધી હતી. આ બાબતને લઇ વિપુલ ઉશ્કેરાયો હતો. અને રેન્બો છરા સાથે ઘસી આવી સોનલબેન પર છરાનો ઘા ઝીંકી દેતા સોનલબેને વિપુલને ધક્કો માર્યો હતો. આથી વિપુલ નીચે પટકાયો હતો અને છરો સોનલબેનનાં હાથ પર લાગી જતાં મારવા માટે આવેલા વિપુલ પર સોનલબેને ફિલ્મી ઢબે છુટ્ટો ઘા ઝીંકતા છરો વિપુલને છાતીમાં ઘુસી ગયો હતો.અને વિપુલ સ્થળ પરજ ઢળી પડયો હતો. 
 
આ સમગ્ર બનાવની જાણ થતાં વેળાવદર ભાલ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એમ. ગઢવી સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર બનાવો અંગે તજવીજ હાથ ધરી મૃતકને પીએમ અર્થે ખસેડી મહિલાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ દશરથભાઈ ચંદુભાઈ ચાવડાએ મહિલા વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમા આઈપીસી ૩૦૨, જીપીએ ૧૩૫ મુજબ ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.