1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (11:13 IST)

પતિએ પત્નીના ફોટો ફેસબુક પર મુકી વાંધાજનક કોમેન્ટ કરતા પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

અમદાવાદ જિલ્લાના સાણંદના મટોડામાં રહેતી પરિણીતાને થાઇરોડની બિમારી થતા પતિને સારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર કરાવવાનું કહેતા પતિ ના પાડી હતી. બીજી તરફ તકલીફ વધતા પત્ની સારવાર કરાવવા માટે ગઇ ત્યારે પતિએ ફેસબુક આઇડી પર પત્નીના ફોટો મુકીને વાંધાજનક પોસ્ટ મુકીને બદનામ કરતા પત્નીએ છેવટે કંટાળીને સાણંદ પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે હાલ સાણદના તેલાવ ખાતે રહેતી પિન્ટુ ચુનારા નામની મહિલાના લગ્ન મેટોડા ખાતે રહેતા  અજય સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.  લગ્નના પાંચ વર્ષ પછી પિન્ટુને થાઇરોડની બિમારી થઇ હતી.  પરંતુ, તેનો પતિ કોઇ ખાસ કામ ધંધો ન કરતો હોવાથી તે સારવાર માટે તેને સારી હોસ્પિટલમાં લઇ જતો નહોતો. જેથી મહિલાએ તેના પિતાને ત્યાં જઇને સારવાર શરૂ કરાવી હતી . ગત ૨૮મી માર્ચના રોજ  પીન્ટુને ગળામાં તકલીફ વધતા અજયને સારવાર માટે લઇ જવાનું કહ્યું હતું.  પરંતુ, તેણે ફરીથી  લઇ જવાની ના પાડતા તે ફરીથી પિયરમાં સારવાર માટે ગઇ હતી.  ત્યારે તેના પતિએ તેની સાથે ફોન કરીને તકરાર કરી હતી. એટલું જ નહી ફેસબુક પર તેના ફોટો પોસ્ટ કરીને તેમાં વાધાંજનક લખાણ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ ધમકી પણ આપી હતી. જે અંગે સાંણદ પોલીસે અજય ચુનારા વિરૃધ્ધ ગુનો નોંધીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.