શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (11:00 IST)

Watch: ઉછીના આપેલા પૈસા પરત ન આપ્યા તો આપી તાલિબાની સજા, સ્કુટર પાછળ બાંધીને દોડાવ્યો

crime news
Odisha Viral News: ઓડિશા (Odisha) ના કટક  (Cuttack)થી એક હેરાન કરનારો  વીડિયો સામે આવ્યો છે.  જેમા ગુંડાઓએ અહીં માનવતાની તમામ હદો વટાવી દીધી છે. અહીં  એક વ્યક્તિએ ઉછીના લીધેલા પૈસા પરત ન આપ્યા તો  તેને દોરડા વડે સ્કૂટર સાથે બાંધીને દૂર સુધી દોડાવ્યો.  આ ઘટનાનો વીડિયો હ્રદયદ્રાવક છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસે મામલાની નોંધ લીધી અને બે આરોપીઓની ધરપકડ કરી. બાબતે તપાસ ચાલુ છે.
 
યુવકને સ્કૂટી સાથે બાંધીને દોડાવ્યો 
 
કટકના ડીસીપીએ જણાવ્યું કે ઓડિશાના કટકમાં એક વિચિત્ર ઘટનામાં એક યુવકને સ્કૂટી સાથે બાંધીને વ્યસ્ત રોડ પર દોડાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં બે શખ્સો એક યુવકને સ્કૂટર સાથે બાંધીને રસ્તા પર દોડતા જોવા મળે છે.
 
જોકે આ વીડિયો  કેટલા વાગ્યાનો અને કયા દિવસનો છે તે જાણવું મુશ્કેલ છે. પરંતુ પોલીસ આ ઘટના રવિવાર સાંજની હોવાનું જણાવી રહી છે. પોલીસે આ કેસમાં 24 વર્ષના હુસૈન અને 18 વર્ષના છોટુની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું છે કે દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવશે.
 
1500 રૂપિયા લીધા હતા ઉધાર 
 
પીડિતની ઓળખ જગન્નાથ બેહેરા તરીકે થઈ છે. આરોપીઓ તેને ઓળખે છે. તેમની પાસેથી 1500 રૂપિયા ઉછીના લીધા હતા. પૈસા પરત ન કરવા પર આરોપીઓએ તેને સ્કૂટર સાથે બાંધી જાહેરમાં રસ્તા પર દોડાવ્યો હતો. ડીસીપી મિશ્રાએ કહ્યું કે આરોપીઓનુ ક્રિમીનલ બેકગ્રાઉંડ  તપાસ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.