શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (10:17 IST)

વાવના ધારાસભ્ય ગેનીબેને સાસરીમાં લાજ કાઢીને આપ્યું ભાષણ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vavna MLA Ganiben gives a speech in shame to his father-in-law
બનાસકાંઠા, વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ઘૂંઘટ તાણીને સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું છે. સાસરિયામાં લાયબ્રેરીના ઉદ્‌ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર તેમણે ઘૂંઘટ તાણીને જ ભાષણ આપ્યું હતું. ઘૂંઘટમાં ભાષણ આપતા તેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને લઇને કેટલાક લોકો કહી રહ્યા છે કે, ધારાસભ્ય હોવા છતા પણ પોતાના આદર્શો મુલ્યો અને સંસ્કારોને ભુલ્યા નથી. આ સંસ્કારોની તેમને શરમ નહી પરંતુ ગર્વ છે. જ્યારે અન્ય કેટલાક લોકો કહી રહ્યા છે કે, મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે, પરંતુ ધારાસભ્ય જેવડા મોટા પદ પર પહોંચવા છતા તેમણે પુરૂષ પ્રધાન માનસિકતાનો શિકાર બનવું પડે છે અને ઘુંઘટ તાણવો પડે છે.
 
અત્રે નોંધનીય છે કે આ પહેલા વર્ષ 2018માં યોજાયેલા કોતરવાડાના એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર ઘૂંઘટ તાણીને ભાષણ કર્યું હતું.