બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (10:06 IST)

Ahmedabad Bans Roadside Stalls - અમદાવાદમાં રોજના 18 લાખ ઇંડાંનું વેચાણ

ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઇન છે કે, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઉભી રાખી શકાય નહીં.
 
મુખ્યમંત્રી આણંદ જિલ્લાના બાંધણી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માટે આવ્યા હતા ત્યારે આ અંગે મહત્તવની વાત કહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતુ કે, નોનવેજ કે વેજનો પ્રશ્ન નથી. જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવા જોઈએ.
 
અમદાવાદ શહેરમાં રોજનાં 18 લાખ જેટલા ઇંડાં વેચાય છે. એટલું જ નહીં પણ ઠંડી વધવાની સાથે જ શહેરમાં ઇંડાંના વેચાણ પણ વધી જ જાય છે.  એટલું જ નહીં, રોજનું અંદાજે 200 ટન મરઘાનું મટન એટલે કે 1.70 લાખથી 2 લાખ જેટલા મરઘા વેચાય છે.