કોણ છે નિકિતા સિંઘાનિયા ? અતુલ સુભાષને ક્યારે મળી અને કેવી રીતે થયા લગ્ન, પુત્ર જન્મ પછી કેમ થયા અલગ
પત્નીથી પ્રતાડિત થઈને સુસાઈડ કરનારા એંજીનિયર અતુલ સુભાષના સમાચારે લોકોને અચંબામાં નાખી દીધા છે. સુસાઈડ પહેલા એંજિનિયરે 24 પેજ લાંબી સુસાઈડ નોટ અને દોઢ કલાકના વીડિયોમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. સુસાઈડ નોટમાં અતુલ સુભાષે મહિલા જજથી લઈને પત્ની નિકિતા સિંઘાનિયા સુધીને પોતાને મોત માટે જવાબદાર ઠેરવ્યા. આવો જાણીએ નિકિતા સિંઘાનિયા વિશે..
કોણ છે નિકિતા સિંઘાનિયા ?
અતુલ સુભાષે પોતાના સુસાઈડ નોટમાં જે નિકિતા સિંઘાનિયાનો ઉલ્લેખ કર્યો છે તે તેમની પૂર્વ પત્ની છે. આ વર્ષે જુલાઈમાં કોર્ટે ડાયવોર્સના કેસ પર નિર્ણય સંભળાવ્યો હતો. નિકિતા દિલ્હીમાં સ્થિત એક એંજિનિયરિગ કંપનીમાં નોકરી કરે છે. જો કે તે મૂળ રૂપથી યૂપીના જૌનપુર જીલ્લામાં રહેનારી છે. નિકિતાનો પરિવાર જૌનપુરના નગર કોતવાલીના ખોઆ મંડી સ્થિત એક મકાનમાં રહે છે. જો કે આજ અડધી રાત્રે મા અને ભાઈ ઘરે તાળુ મારીને ફરાર થઈ ગયા. ઘરેથી ભાગવાનો વીડિયો પણ સામે આવ્યો છે. નિકિતાના ભાઈની ઘરની પાસે જ જૌનપુરમાં કપડાની એક દુકાન પણ છે.
ક્યારે થયા હતા નિકિતા અને અતુલ સુભાષના લગ્ન
બિહારના સમસ્તીપુર જીલ્લાના વૈની પોલીસ ક્ષેત્રના રહેનારા અતુલ સુભાષ અને યૂપીના જૌનપુરની રહેનારી નિકિતા સિંઘાનિયાના લગ્ન વર્ષ 2019માં થયા હતા. માહિતી મુજબ અતુલ સુભાષની બેંગલુરૂમાં જોબ લાગી તો માતા પિતાએ લગ્ન માટે મેટ્રોમોનિયલ એડ આપી અને જૌનપુરની રહેનારી નિકિતા સિંઘાનિયાની સાથે 2019માં તેના લગ્ન કરી દીધા. વર્ષ 2020માં બંનેને એક પુત્ર થયો, 2021માં બંને વચ્ચે ઝગડો થયો. એ સમયે અતુલ સુભાષની મધર ઈન લો (સાસુ) નિશા સિંઘાનિયા પોતાની પુત્રી અને અતુલના પુત્રને લઈને બેંગલુરૂથી જૌનપુર આવી ગઈ.
નિકિતાએ અતુલ પર નોંઘાવ્યો હતા અનેક કેસ
ત્યારબાદ નિકિતા દિલ્હીમાં નોકરી કરવા માંડી અને અતુલથી અલગ થવાના આઠ મહિના પછી પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવી દીધો. મામલો કોર્ટમાં ગયો. આ દરમિયાન નિકિતાના પિતાનુ મોત થઈ ગયુ. ત્યારબાદ નિકિતાએ પોતાના પિતાના મોત માટે અતુલ અને તેની ફેમિલીને જવાબદાર ઠેરવતા હત્યાનો કેસ નોંધાવી દીધો. આ રીતે અતુલ અને તેના પરિવારના વિરુદ્ધ નિકિતાએ નવ કેસ ફાઈલ કરી દીધા.
છુટાછેડા કેસમાં આ વર્ષે જુલાઈમાં આવ્યો હતો નિર્ણય
આ વર્ષે જુલાઈમાં ડાયવોર્સ (છુટાછેડા)ના કેસનો નિર્ણય થઈ ગયો. કોર્ટે અતુલ સુભાષની પત્ની નિકિતાને તો ગુજારો ભત્થો ન આપ્યો પણ પુત્ર માટે 40 હજાર રૂપિયા મહિને આપવાનો આદેશ આપ્યો. બાકી મામલા માટે કોર્ટે મેડિટેશન માટે કહ્યુ. અતુલે સુસાઈડ નોટમાં લખ્યુ છે કે બધા મામલા રફા-દફા કરવા માટે નિકિતા અને તેની ફેમિલીએ પહેલા બે કરોડ માંગ્યા. પછી ત્રણ કરોડની ડિમાંડ કરી નાખી. પછી ડિમાંડ સાઢા ત્રણ કરોડ સુધી પહોચી ગઈ. આ બધાથી હતાશ થઈને અતુલે સુભાષે પોતાનો જીવ આપી દીધો.
મરતા પહેલા પુત્ર માટે છોડી ગિફ્ટ
મરતા પહેલા અતુલે વીડિયો બનાવ્યો અને પોતાની અંતિમ ઈચ્છા પણ બતાવી. તેમણે પોતાના પરિવારના લોકોને સલાહ આપી કે તે નિકિતા સિંઘાનિયા કે તેની ફેમિલી મેંબર્સ સાથે ક્યારેય પણ કેમેરા વગર કે અન્ય બે ચાર લોકોને સાથે લીધા વગર તેમને ન મળે. નહી તો એ કોઈ નવો આરોપ લગાવી દેશે. અતુલ સુભાષે કહ્યુ કે મર્યા પછી નિકિતા અને તેના પરિવારના કોઈ મેંબરને તેની ડેડ બોડીની આસપાસ પણ ન આવવા દેવામાં આવે. અતુલ સુભાષે પોતાના પુત્ર માટે એક ગિફ્ટ છોડી છે અને લખ્યુ છે કે આ ગિફ્ટ ત્યારે ખોલવામાં આવે જ્યારે તેમનો પુત્ર 18 વર્ષનો થઈ જાય.