શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: નોએડા , મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (23:18 IST)

સાળી સાથે લગ્ન કરવા માટે મિત્રના હાથે કરાવ્યુ પત્નીનુ મર્ડર, આરોપીએ મર્ડર પછી લાશ સાથે કર્યુ દુષ્કર્મ

એવુ કહેવાય છે કે માણસોમાં હેવાનિયતના બધા અવગુણો ભરેલા પડ્યા છે જે સમય સમય પર બહાર આવે છે. નોએડામાં એક હત્યા પરથી ઉઠેલા રહસ્યની પણ ચોખવત કરવામાં આવી છે. પોલીસ મુજબ આરોપીએ 22 વર્ષીય મહિલાની હત્યા તો કરી જ સાથે જ લાશ સાથે સેક્સ પણ કર્યુ. નવાઈની વાત છે કે તેણે મહિલાના પતિ પાસેથી 1.5 લાખ રૂપિયા પણ લીધા. આરોપી 28 વર્ષીય ઓટોચાલક છે. 
 
સોપારી આપી મિત્ર દ્વાર કરાવી  પત્નીની હત્યા
પોલીસે જણાવ્યું કે આરોપી રામબીર ઉર્ફે સાહુ મૃતકના પતિનો મિત્ર છે. પત્નીને મારવા માટે તેણે દોઢ લાખ રૂપિયાની સોપારી તેના મિત્રને આપી હતી અને કામ પતી જતાં તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પતિએ 20 જાન્યુઆરીની સાંજે પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તે ઘરે પરત ફર્યો તો તેને પત્નીનો મૃતદેહ મળ્યો. આ માહિતીના આધારે સેક્ટર 126 પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધ્યો હતો.
 
પોલીસે જણાવ્યો સમગ્ર મામલો  
 
નોએડા એડીસીપી રણવિજય સિંહે જણાવ્યું કે રામબીરની સેક્ટર 94 રાઉન્ડ અબાઉટ પાસે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે 19 જાન્યુઆરીએ તેના મિત્રએ તેને પત્નીની હત્યા માટે 70 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેણે એડવાન્સમાં મળેલા 2 હજાર રૂપિયા દારૂ પાછળ  ખર્ચ્યા હતા. 20 જાન્યુઆરીએ મહિલાનો પતિ તેને મહામાયા ફ્લાયઓવર પાસે મળ્યો અને પછી પત્નીને મારી નાખવાની જીદ કરી, પરંતુ રામબીરે ના પાડી. ત્યારે તેણે 70 હજારની ઓફર વધારીને 1.5 લાખ રૂપિયા કરી દીધી. રામબીર આ લાલચમાં ફસાઈ ગયો.
 
હત્યા પછી લાશ સાથે હેવાનિયત 
 
રામબીર મહિલાને કહ્યુ કે તારા પતિએ પૈસા મોકલ્યા છે. ત્યારપછી જ્યારે મહિલાએ દરવાજો ખોલ્યો તો રામબીરે તેને મુક્કો માર્યો અને તેના માથા પર ઘા કર્યો. મહિલા બેભાન થઈને પડી ગઈ. ત્યારબાદ આરોપીએ વારંવાર માથું જમીન પર પછાડીને તેને મારી નાખી. મૃતદેહના ઓટોપ્સી રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતદેહ સાથે સેક્સ પણ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રિપોર્ટ આવ્યા બાદ જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી તો તેણે સ્વીકાર્યું કે તેણે હત્યા બાદ મૃતદેહ સાથે સેક્સ કર્યું હતું. હત્યાની સાથે આરોપીઓ સામે બળાત્કાર અને ગુનાહિત કાવતરાનો પણ કેસ નોંધવામાં આવ્યો હતો.