ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2023 (12:28 IST)

Cyclone Biporjoy- ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતૂર, વાવાઝોડાના પગલે આ ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

gujarat cyclone
Cyclone Biporjoy- વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠેથી પસાર થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન એટલે કે ગુરુવારે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે.
 
'લૅન્ડફોલ' વખતે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
 
હવામાન વિભાગે વાવાઝોડાને જોતાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
 
પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્ય સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડા માટે તમામ જિલ્લાઓમાં ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.