1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By વેબદુનિયા ડેસ્ક|
Last Modified: ગુરુવાર, 15 જૂન 2023 (14:41 IST)

કચ્છનો ગ્રાઉન્ડ રિપોર્ટઃ બિપરજોય હવે જખૌથી માત્ર 140 કિ.મી દૂર, ધોધમાર વરસાદથી ભુજમાં પાણી ભરાયા, 9 ગામો સજ્જડ બંધ

Kutch ground report: Biparjoy now just 140 km from Jakhou
Kutch ground report: Biparjoy now just 140 km from Jakhou
વાવાઝોડાની અસર ભચાઉ અને જખૌમાં શરૂ થઈ ગઈ હોય તેમ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તેમજ ભુજમાં ધોધમાર વરસાદથી જૂના બસસ્ટેન્ડ પાસે રસ્તા પર પાણી ભરાયા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે. જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં 62થી 87 kmphની ગતિએ પવન ફુંકાવાની સાથે મધ્યથી ભારે વીજળી થવાની શક્યતા છે.

વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારના ગામો સજજડ બંધ જોવા મળ્યા હતા. પશ્ચિમ કચ્છનું નખત્રાણા ગામ સજજડ બંધ જોવા મળ્યું હતું. ગામના રોડ-રસ્તા દુકાનો બંધ જોવા મળી છે. લોકો પણ ઘરમાં જ રહીને વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી રહ્યા છે. નખત્રાણા ગામ કચ્છનું બારડોલી તરીકે ઓળખાય છે. બિપરજોય વાવઝોડું ધીમેધીમે રોદ્ર બની રહ્યું છે. બિપરજોય વાવઝોડાને કારણે માંડવી સહીત આસપાસના ગામડાઓ સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે.

માંડવી બીચથી 6 કિલોમીટર દૂર આવેલા મોટા લાયજા ગામ પણ સજ્જડ બંધ જોવા મળ્યું છે. લોકો પોતાના ઘરોને તાળા મારી સલામત જગ્યા પર જતા રહ્યા છે. મોટા લાયજા ગામમાં આશરે 5000 લોકોની વસ્તી છે. તો બીજી તરફ ભચાઉ તાલુકાના જંગી-લલીયાણા રોડ વચ્ચે ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયો હતો.જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર છે. આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈ હાલ માંડવી ખાતે વરસાદ વરસી રહ્યો છે તેમજ માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. માંડવીના દરિયામાં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ કચ્છની શાળા, કોલેજોમાં વધુ 2 દિવસની રજા જાહેર કરાઈ છે. હવે 17જૂન સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે. સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. જોકે, આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. બીજી તરફ ભુજ-નખત્રણા ધોરીમાર્ગ વચ્ચેના શિવમ પાટિયા નજીક જાહેર ખબરના હોર્ડિગ ઉતારવામાં ના આવતા આજે ભારે પવન આવતા હોડિંગ ધરાશાયી થયા હતા.