સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું તોફાન
Written By
Last Modified: મંગળવાર, 18 મે 2021 (18:47 IST)

હવામાન ખાતા દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બંદરો પરના અલગ અલગ સિગ્નલ આ પ્રકારની માહિતી સૂચવે છે :

સિગ્નલ ૧૦ અને લોકલ કોશનરી સિગ્નલ ૩ જ્યાં વાવાઝોડુ બંદરની અત્યંત નજીક કે બંદર ઉપર તોળાતું હોય.આ પ્રકારના બંદરોમાં દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ અને વિક્ટરનો સમાવેશ થાય છે. આ તમામ બંદરો પર લૉવર સિગ્નલ ૧૦ તથા લોકલ કોશનરી સિગ્નલ ૩ લગાવવામાં આવે છે. 
 
જે બંદરો પર વાવાઝોડું જમણી દિશાએથી પ્રવેશવાનું હોય અથવા નજીકમાં હોય તેવા બંદરો પર લોવર સિગ્નલ ૯ અથવા લોકલ કોશનરી સિગ્નલ-૩ લગાવવામાં આવે છે. આ પ્રકારના બંદરોમાં અલંગ, ભાવનગર, દહેજ, મગદલ્લા, ભરૂચ અને દમણનો સમાવેશ થાય છે. 
 
જે બંદરો પરથી વાવાઝોડું ડાબી દિશાથી પ્રવેશે તેવી શક્યતા હોય અથવા આ દિશાની નજીકમાં હોય તેવા બંદરો પર લોવર સિગ્નલ ૮ અથવા લોકલ કોશનરી સિગ્નલ ૩ લગાવવામાં આવે છે. આ બંદરોમાં પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવા કંડલા, માંડવી, અને જખૌનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારના સિગ્નલો ભયજનક સ્થિતિ સૂચવે છે.