શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું તોફાન
Written By
Last Updated : મંગળવાર, 18 મે 2021 (23:36 IST)

Cyclone Tauktae Update : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે આવશે ગુજરાત , વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ

Cyclone Tauktae Latest News: ગુજરાતમાં બે દસકાનુ સૌથી ભયંકર વાવાઝોડુ ચક્રવાત તાઉતેએ સોમવારે રાત્રે એંટ્રી કરી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યુ કે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે (GUJARAT COAST) ટકરાયુ છે અને લગભગ 4 કલાક સુધી તેની સૌથી ભીષણ અસર જોવા મળી . આ દરમિયાન 190 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવા ચાલી. જેનાથી સૌરાષ્ટ્ર અને અન્ય દરિયાકિનારા વિસ્તારના સેંકડો ઝાડ ઉખડી પડ્યા. વીજળીના થાંભલા પડી જવાથી વીજળી આપૂર્તિ ખોરવાઈ. હવામાન વિભાગ મુજબ, સાઈક્લોન તાઉતે ઉત્તર અને ઉત્તર પશ્ચિમની તરફ વધ્યુ અને પોરબંદર (PORBANDAR)થી મહુવા (ભાવનગર જીલ્લા)ની વચ્ચે ગુજરાતના દરિયા કિનારાથી પસાર થયુ, આ દરમિયાન હવાઓની ગતિ 190 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ.  જાનમાલના નુકશાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.  ગુજરાતમાં બે લાખથી વધુ લોકોને પહેલાથી જ સાવચેતી રૂપે સુરક્ષિત સ્થળ પર પહોંચાડી દેવામાં આવ્યા હતા. 

તાઉતે વાવાઝોડાના લૅન્ડફોલની પ્રક્રિયા હજી ચાલી રહી છે, વાવાઝોડું દીવથી 20 કિલોમિટર દૂર ત્રાટક્યું છે. આ દરમિયાન દીવમાં 133 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હોવાનું હવમાન વિભાગ કહે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ પ્રમાણે પવન ફૂંકાયો હોવાની માહિતી મળી રહી છે.
 
વાવાઝોડાની અસર રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે.
 
કેટલાક જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ વરસ્યો હતો.
 
રાજુલાના કાંઠાના વિસ્તારમાં 160થી 165 કિમીની ઝડપે પવન ફૂંકાયો
અમરેલીના સ્થાનિક પત્રકાર ફરહાન કાદરીએ જણાવ્યું હતું કે રાજુલાના પીપાવાવમાં કાંઠાના વિસ્તારમાં 160થી 165 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
 
શિયાળબેટ ટાપુ નજીક લાંગરેલી 3 બોટ ભારે પવન સાથે તણાઈ આવીને તૂટી પડી હતી.
 
ભારતીય હવામાન વિભાગ અનુસાર તૌકતે વાવાઝોડું ઉત્તર દિશામાં 17 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે

સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.



11:36 PM, 18th May
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે આવશે ગુજરાત
વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ
કાલે સવારે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું કરશે નિરીક્ષણ
ત્રણેય જિલ્લાના પ્રભાવિત વિસ્તારોનું કરશે નિરીક્ષણ
દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે નરેન્દ્ર મોદી
અધિકારીઓ સાથે બેઠક કરશે વડાપ્રધાન

11:28 PM, 18th May
CM રૂપાણીની CycloneTaukte પર અપડેટ.....
 
વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં કુલ 13ના મૃત્યું.....
 
46 તાલુકમાં 4 ઇંચથી વધારે વરસાદ.....
 
59429 થાંભલાઓ તૂટ્યા.....
 
ઉનાળુ પાક જેમાં તલ, બાજરી, મગ તથા બાગાયતી પાક કેરી અને નારીયેળીમાં નુકશાન થયું.....
 
આવતિકાલ સવારથી રાજ્યમાં પહેલા જેવી સ્થિતિ થઈ જશે.....

07:16 PM, 18th May
જીલ્લા માં રાત્રે 10 થી 11 પ્રવેશી શકે છે તાઉ તે વાવાઝોડું.....
 
વાવાઝોડા માં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહે તેવી શકયતા.....
 
અરવલ્લીની ગિરિમાળાઓના પર્વતોને અથડાઈ વાવાઝોડું રાજસ્થાનમાં કરશે પ્રવેશ.....
 
તાઉ તે વાવાઝોડા ની અસર પાલનપુર ડીસા અમીરગઢ દાંતા વડગામ અને અંબાજી પંથકમાં વધુ રહેશે.....

07:15 PM, 18th May
અમદાવાદમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ના કારણે નિકોલ પોલીસ સ્ટેશનમાં શેડ ઉડી ગયા.....
 
અમદાવાદ માં પારાવાર નુકશાન.
 
189 જેટલા વૃક્ષ પડ્યા.
 
43 જગ્યાઓ પાણી ભરાયા. 
 
મધ્ય ઝોનમાં 4 ભયાનક મકાન ધરાશાઈ. 
 
18 પોલ પડ્યા.
 
5 ખાનગી ઇમારતો.
 
27 કાચા મકાન.
 
377 હોર્ડિંગને નુકશાન. 
 
વાસણા બેરેજના 6 ગેટ ખુલ્યા.

06:31 PM, 18th May
તાઉ-તે વાવાઝોડું પહોંચ્યું મહેસાણા.....
 
મહેસાણા માં તૌકતે ની અસર જોવા મળી.....
 
મહેસાણાને સ્પર્શી વાવાઝોડાની આઉટર વૉલ સાંજે 7 વાગ્યા પછી પહોંચશે કેન્દ્રબિંદુ.....
 
અમદાવાદમાં ધીમું પડ્યું વાવાઝોડાનું જોર.....
 
અમદાવાદમાં વરસાદ બંધ, હજુ પવનનું જોર.....
 
તાઉ-તેની તીવ્રતામાં સતત થતો ઘટાડો.....

06:29 PM, 18th May
અમદાવાદનાં મીઠાખળી અને સ્ટેડિયમ અંડરપાસ બંધ.....
 
વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા.....
 
અમદાવાદ માં શહેરમાં 189 થી વધુ ઝાડ થયા ધરાશાયી.....
 
શહેરમાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો..

11:07 AM, 18th May
દેવભૂમિ દ્વારકા જિલ્લાામાં આવનાર સંભવિત ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે જિલ્લા વહિવટી તંત્રની સુચના મુજબ દ્વારકાના 953 માછીમારોએ સાવચેતીના પગલારૂપે પોતાની હોડીઓ કીનારા પર સલામત સ્થળે લાંગરી દીધી છે. વાવાઝોડાના સમયે શું સાવચેતી રાખવી એની સંપુર્ણ માહિતી દ્વારકાના માછીમારોને આપવામાં આવી છે

11:07 AM, 18th May
સૌરાષ્ટ્રના વેરાવળ બંદર લાંગરેલા બોટ દરિયામાં તણાઈ.....
 
બોટમાં પાંચ લોકો હોવાનું અનુમાન.....
 
NDRF, સ્થાનિક પોલીસ અને મામલતદાર પહોંચ્યા..

11:06 AM, 18th May
આજી-૨ ડેમ નો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો.....
 
રાજકોટ નજીક આવેલા આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એફ ફૂટ ખોલવામાં આવેલ છે. ડેમના નીચાણવાળા વિસ્તાર ના અડબાલકા બાધી દહિંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંઢેરી નારણકા ઉકરડા અને સખપર ગામના લોકોએ નદીના પટ પર અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.....

10:31 AM, 18th May
જલાલપોર તાલુકામાં ભારે પવન ફૂંકાવા નું યથાવત.
ઉભરાટ મરોલી રોડ ઉપર ભારે પવન ફૂંકાતા એક  વૃક્ષ ધરાશાયી થયું.
વૃક્ષ ધરાશાયી થતા બાજુમાં શ્રમજીવી કો એ બનાવેલા ઝોપડાઓને થયું નુકસાન.
જોપડા માં રહેલા લોકો સમય રહેતા બહાર આવી જતા કોઇ જાનહાની.

10:31 AM, 18th May
સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર
ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદ
અનેક સ્થળે વૃક્ષો ધરાશયી થયા
ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ
કોઈ જાનહાની નહીં

10:23 AM, 18th May
તોઉતે વાવાઝોડાની અસર તાપી જિલ્લામાં જોવા મળી
વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ
જિલ્લાના વડા મથક વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
જિલ્લાના વાલોડ,ડોલવણ,સોનગઢ સહિત ના તાલુકા માં ધીમીધારે વરસાદ 
વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

10:21 AM, 18th May

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર 
આખી રાત વરસાદ ચાલુ બગસરામાં 8 ઇંચ પાલીતાણામાં 6 inch ગઢડામાં 4
રાજકોટમાં પણ ત્રણ ઇંચ વરસાદ 
અનેક શહેરોમાં હજુ પણ વીજળી ડૂલ

10:20 AM, 18th May
રાજ્યમાં તાઉતેં વાવાઝૉડાના પગલે મોટી અસરો
 
4231 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો, જેમાંથી 1958 ગામોમાં ખૌરવાંયેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો, જયારે રાજ્યના 2273 ગામડાઓમા હજુ પણ વીજ પુરવઠો બંધ, 3502 ગામડાઓમાં ફીડર, 1077 વીજ પોલ અને 25 ટ્રાસમીટર બંધ

10:19 AM, 18th May
- ગુજરાતમાં ત્રાટક્યું વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર
- અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ મચાવી તબાહી
- ગાંધીનગર રાજયની 188 તાલુકાઓમાં પડ્યો વરસાદ

10:18 AM, 18th May
ગુજરાત તોફાની રાત વીતી ગયા પછી #CycloneTaukte ની તબાહીની માહિતી આવી રહી છે
 
રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી 3 લોકોના મૃત્યુ
 
50 જેટલા રસ્તાઓ બંધ છે જ્યારે 450થી વધુ વિજપોલ ધરાશાયી અને 2 હજારથી વધુ વૃક્ષ પડી ગયાની પ્રાથમિક માહિતી

06:45 AM, 18th May
તાઉ તે વાવાઝોડાના પગલે નવસારી જિલ્લામાં પવનના સુસવાતા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિભાગના 16 ગામોમા સાવચેતીના પગેલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભારે પવનના કારણે 200 જેટલા વૃક્ષો ધારાશાયી થતા વીજ પૂરવઠો ખોરવાયો છે.