મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2018
Written By
Last Modified: મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (15:15 IST)

Good Bye 2018 - આ વર્ષે આ જાણીતા અભિનેતા થયા #MeToo નો શિકાર, ચુકવવી પડી મોટી કિમંત

વર્ષ 2018 ખતમ થવામાં માત્ર થોડાક જ દિવસ બાકી છે. આ વર્ષે અનેક બોલીવુડ કલાકરો માટે ખૂબ જ ખાસ રહ્યુ છે તો બીજી બાજુ કેટલાક અભિનેતાઓ પર ભારે રહ્યુ કારણ #metoo અભિયાન.  જી હા 2018માં અનેક કલાકારને સહયોગી અભિનેત્રીના યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરવો પડ્યો છે. MeToo અભિયાન હેઠળ આ વર્ષે બોલીવુડની અનેક હસ્તિયોનુ નામ સામે આવ્યુ. સાથે જ આ કલાકારોને મોટુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. ચાલો જાણીએ આ વર્ષે બોલીવુડના કયા કયા કલાકારો થયા MeToo ના શિકાર 
 
1. નાના પાટેકર - બોલીવુડમાં સૌથી પહેલા MeToo અભિયાનના શિકાર દિગ્ગજ અભિનેતા નાના પાટેકર થયા. આ અભિયાન દ્વારા એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તનુશ્રના આ ખુલાસા પછી બોલીવુડમાં હલચલ મચી ગઈ. તનુશ્રીએ 10 વર્ષ જૂનો મુદ્દો ઉછાળ્યો. તનુશ્રીએ કહ્યુ છેકે હોર્ન ઓકે મુવી ની શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેમની સાથે અભદ્ર વ્યવ્હાર કર્યો છે. 
 
2. વિકાસ બહલ - ફિલ્મ નિર્માતા નિર્દેશક વિકાસ બહલ પર પણ તેમના પ્રોડ્કશન હાઉસમાં કામ કરનારી મહિલાએ MeToo કૈપેન દ્વારા તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અભિનેત્રી કંગના રાણાવતે પણ વિકાસ બહલ પર ગંભીર આરોપ લગાવ્યો. ત્યારબાદ તેમની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.  ઉલ્લેખનીય છે કે તેમની અપકમિંગ ફિલ્મ સુપર 30ના ડાયરેક્ટર વિકાસ બહલ જ છે. 
 
3. આલોકનાથ - સંસ્કારી બાબૂના નામથી જાણીતા આલોકનાથ પર રાઈટર અને પ્રોડ્યૂસર વિંતા નંદાએ રેપનો આરોપ લગાવ્યો. વિંતાએ જણાવ્યુ કે આલોક નાથે તેમને ખૂબ દારૂ પીવડાવી અને પછી તેમનો રેપ કર્યો હતો. આ મામલો 19 વર્ષ જૂનો હતો.  આ મામલે આલોકનાથએ વિંતા નંદા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધીને એક રૂપિયાનુ વળતર માંગ્યુ. બીજી બાજુ CINTAA  એ આલોકનાથની સદસ્યતાને પણ રદ્દ કરી દીધી હતી. 
 
 
4. સાજિદ ખાન - જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર લગભગ ચાર મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો. એટલુ જ નહી બોલીવુડ અભિનેત્રી એક્ટ્રેસ બિપાશા બસુએ પણ સાજિદ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેયર કર્યો. બિપાશાએ જણાવ્યુ હતુ કે કેવી રીતે સાજિદ શૂટિંગ દરમિયાન સેટ પર ગંદા જોક્સ સંભળાવતા હતા અને દુર્વ્યવ્હાર કરતા હતા. 
 
5. ચેતન ભગત - જાણીતા લેખક ચેતન ભગત પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવતા વાતચીતનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જ્યારબાદ દરેક બાજુ ચેતન ભગતની ચર્ચા થઈ. ચેતન ભગતે એ મહિલાની માફી માંગી લીધી છે. તેમણે સ્ક્રીનશૉટનો ઉલ્લેખ કરતા કહ્યુ ફેસબુક પર લખ્યુ કે આ ઘટના માટે ઘણુ દુખ છે. હુ માફી માંગુ છુ. આ સ્ક્રીનશૉટ અનેક વર્ષ જૂનો છે. ચેતન ભગતે એ મહિલા સાથે સાથે પોતાની પત્ની અનુષા પાસે માફી માંગી હતી. 
 
અન્ય નામ - આ બધા કલાકારો ઉપરાંત બોલીવુડ અભિનેત્રીઓ અને મહિલાઓએ બોલીવુડના અન્ય કલાકારો પર પણ આ વર્ષે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો.  જાણીતા ગાયક અનુમલિક, અભિનેતા રજત કપૂર, ગાયક કૈલાશ ખૈર સહિત ડાયરેક્ટર લવ રંજન અને ટીવી અભિનેતા રોહિત રોય પણ વર્ષ 2018માં મહિલાઓ દ્વારા યૌન ઉત્પીડનના આરોપોથી ઘેરાય ચુક્યા છે.