શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શનિવાર, 7 નવેમ્બર 2015 (15:18 IST)

ધનતેરસના દિવસે ખરીદી કરવા માટેના શુભ મુહૂર્ત, તમે ક્યારે ખરીદશો

એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી સાગર મંથનથી પ્રકટ થયા હતા. ભગવાનના હાથમાં અમૃત ભરેલો સુવણ કળશ હતો. ભગવાન ધનવંતરીને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે સોનુ ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે ખરીદી કરવાથી ધન તેર ગણુ વધે છે. તેથી તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો શુભ મુહુર્તનુ જરૂર ધ્યાન રાખો જેથી તમારી ધનતેરસ 13 ગણો વધારો કરનારી રહે. 
 
આ વર્ષે દિવાળી 11 નવેમ્બરના રોજ છે અને ધનતેરસ 9 નવેમ્બરના રોજ સોમવારે છે. જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે કે સૂર્યાસ્ત પછી 2 કલાક 24 મિનિટનો સમય પ્રદોષકાળના નામથી ઓળખાય છે. આ સમય દીપદાન અને દિવાળી પૂજન કરવુ શુભ હોય છે.  દિલ્હીમાં ધનતેરસના દિવસે સૂર્યાસ્ત સાંજે 5 વાગીને 28 મિનિટ પર થશે. 
 
ત્યારબાદનો સમય પ્રદોષ કાળનો રહેશે જેમા 5 વાગીને 51 મિનિટથી 7 વાગીને 47 મિનિટ સુધી સ્થિર લગ્ન વૃષ છે. આ દરમિયાન ધનતેરસની પૂજા કરવી શુભ અને ધન વૃદ્ધિ માટે શુભ છે. આ દરમિયાન તમે ખરીદી કરીને સ્થિર લક્ષ્મીની પણ પ્રાપ્તિ કરી શકો છો. આ ઉપરાંત આ દિવસે અનેક શુભ મુહુર્ત છે જેમા ખરીદી કરવુ શુભ ફળદાયી રહેશે. 
 
ખરીદી માટે એક શુભ મુહૂર્ત 4 વાગીને 30 મિનિટથી 6 વાગ્યા સુધીનુ છે.  આ સમય અમૃત યોગ બની રહ્યો છે. જે શુભ કાર્યોમાં ઉન્નતિ અને લાભ આપે છે. જે લોકો વાહન ખરીદવાનુ વિચારી રહ્યા છે તેમને માટે શુભ સમયની વાત કરીએ તો આ છે. 
 
ધનતેરસના દિવસે 6 વાગ્યાથી 7 વાગીને 30 મિનિટનો સમય ચર કાળ છે. આ દરમિયાન વાહન ખરીદવા અને ઘર લાવવા શુભ રહેશે. 
 
જો તમે દિવસે ખરીદી ન કરી શકો તો તમે તમારા પરિવાર સાથે રાત્રે 10 વાગીને 30 મિનિટથી 12 વાગ્યા સુધી ખરીદી કરી શકો છો. આ સમય લાભ યોગ બન્યો હશે જે તમારા લાભને વધારનારો છે.