દિવાળીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય( Tips)

Last Updated: શનિવાર, 31 ઑક્ટોબર 2015 (15:48 IST)
આ વર્ષે
11 નવેમ્બરે ને દિપોનુ
પર્વ દિવાળી ઉજવાશે, દેવી લક્ષ્મીનું
પૂજન કરવામાં આવશે.
જો સર્વશ્રેષ્ઠ મૂહૂર્તમાં યોગ્ય વિધિ વિધાનથી લક્ષ્મીનું
પૂજન
કરવામાં આવે
તો આવતા દિવાળી સુધી લક્ષ્મી કૃપાથી ઘરમાં ધન ધાન્યની અછત નહી આવે. .શાસ્ત્રો મુજબ એવા ઉપાય છે જે દિવાળી પર કરવાથી લક્ષ્મી
પ્રસન્નતા થાય છે.


- દિવાળી પર લક્ષ્મી પૂજનમાં હળદરની ગાંઠ પણ રાખો. પૂજન પૂર્ણ થતાં આ હળદરની ગાંઠને ઘરમાં તે સ્થાન પર રાખો જ્યાં મુકવામાં આવે છે .

- દિવાળીના દિવસે જો શક્ય હોય તો કોઈ કિન્નર પાસેથી તેમની ખુશીથી એક રૂપિયો લઈ તે સિક્કાને પોતાના પર્સમાં મુકો ઘરમાં બરકત રહેશે.

- દિવાળી પર તેલનો દિવો લગાવો અને દિવામાં એક લવિંગ નાખી હનુમાનજીની આરતી કરો કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને આ દિવો લગાવી શકો છો.


- રાતે સૂતા પહેલાં કોઈ ચાર રસ્તા પર તેલનો દીપક પ્રગટાવો અને પરત આવી જાવ.. ધ્યાન રાખો કે પાછળ વળી જોશો નહી.

- દિવાળીના દિવસે આસોપાલવના ઝાડના પાંદડાનું તોરણ બનાવી તેને મુખ્ય બારણા પર લગાવો આવુ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે.

- દિવાળીની રાતે લક્ષ્મી અને કૂબેર દેવનું
પૂજન કરો અને અહીં આપેલ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો.
મંત્ર -
ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા

- મહાલક્ષ્મીના પૂજનમાં ગોમતી ચક્ર પણ રાખવુ જોઈએ. ગોમતી ચક્ર પણ ઘરમાં ધન સંબંધી લાભ આપે છે.

- કોઈ શિવ મંદિરમાં જાવ અને ત્યાં શિવલિંગ પર અક્ષત એટલે કે ચોખા અર્પિત કરો. ધ્યાન રાખો કે ચોખા આખા હોવા જોઈએ. તૂટેલા ચોખા શિવલિંગ પર
અર્પિત ન કરવા જોઈએ.

- તમારા ઘરના પાસે કોઈ પીપળાના ઝાડ નીચે તેલનો દીપક લગાવવો જોઈએ. આ ઉપાય દિવાળીની રાતે કરવો જોઈએ. ધ્યાન રાખો કે દિવો લગાવી ચુપચાપ ઘરે આવી જાવ પાછળ ફરીને જોશો નહી.

- જો શક્ય હોય તો દિવાળીના દિવસે મોડે સુધી ઘરનું
બારણું ખુલ્લુ
રાખો
.એવુ માનવામાં આવે છે કે દિવાળીની રાતે મહાલક્ષ્મી પૃથ્વીનું
ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે જાય છે.

-


આ પણ વાંચો :