સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

ભાઈબીજ 2019- આ રીતે કરશો ભાઈને ચાંદલો, લાંબી ઉમ્રની સાથે યશ પણ મળશે

બેન નાની હોય કે મોટી પાસ હોય કે દૂર દિલથી માત્ર તેમના ભાઈની ખુશહાલીની કામના કરતી રહે છે. તેના આ પ્રેમ અને શ્રદ્ધાને ગાઢ કરે છે ભાઈબીજનો પર્વ. 
 
આ વર્ષ બેન ભાઈ બીજના આ તહેવાર 29 ઓક્ટોબરે છે. તેથી દરેક બેન ઈચ્છે છે કે તેમના ભાઈની ઉમ્ર સૌ વર્ષ હોય અને તે દરેક દુખથી દૂર રહે. જો તમે પણ એવી જ કોઈ કામનાને દિલમાં છુપાવી છે તો જાણી લો કે ચાંદલો કરવાનો શું છે યોગ્ય રીત જે તમારી આ કામનાને પૂરા કરી શકે છે. 
 
ભાઈબીજનો પર્વ કાર્તિક માસ શુક્લ પક્ષની દ્વિતીયા તિથિને ઉજવાય છે. આ દિવસે બેન રોલી અને અક્ષતથી તેમના ભાઈને ચાંદલો કરી તેમના ઉજ્જવલ ભવિષ્યની કામના કરે છે. જેના બદલે ભાઈ તેની બેનને ભેંટ આપે છે. ભૈયાબીજ પર સૌથી પહેલા જાણી લો ચાંદલા કરવાનો શુભ મૂહૂર્ત. 13 વાગીને 9 મિનિટ થી લઈને 15 વાગીને 17 મિનિટ સુધી છે. આ બે કલાક અને 8 મિનિટનો સમયમાં ભાઈને ચાંદલા કરવું ખૂબ લાભકારી થશે. 
 
આ રીતે કરવું ભાઈ પૂજન 
ભાઈબીજના દિવસે સૌથી પહેલા બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી  સ્નાન કરો. શુભ મૂહૂર્ત આવતા પર ભાઈને પાટલા પર બેસાડી અને તેમના હાથની પૂજા કરવી. 
* બહેન ભાઈને ભોજન કરાવીને તિલક લગાવો. 
* આ દિવસે બહેન ભાઈને ભોજનમાં ભાત ખવડાવે. 
* ભાઈ ભોજન બાદ બહેનના ચરણ સ્પર્શ કરીને તેને ઉપહાર સ્વરૂપ વસ્ત્રાદિ અર્પણ કરે. 
* આ દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરવું જોઈએ. 
* ભાઈને હાથ-પગ ધોવડાવીને શુભ આસન પર બેસાડી પોતાની યથાશક્તિ પ્રમાણે બનાવેલ વાનગીઓ દ્વારા ભાઈને ભોજન કરવે. 
* ભોજન બાદ ભાઈને તિલક લગાવીને તેના આયુષ્ય માટે પ્રાર્થના કરો. 
* ભાઈ પક્ણ પોતાની બહેનને યથશક્તિ પ્રમાણે સૌભાગ્ય વસ્તુઓ તેમજ અન્ય દ્વવ્ય આપીને સૌભાગ્ય માટેની પ્રાર્થના કરો. 
* આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે. 
* કારતક સુદ બીજના દિવસે ચિત્રગુપ્તનું પુજન કલમના રૂપમાં કરવામાં આવે છે. જો બહેન આ દિવસે પોતાના હાથેથી ભાઈને ભોજન કરાવે તો તેની ઉંમર વધી જાય છે અને જીવનના કષ્ટ દુર થાય છે. 
* આ દિવસે બહેનના ઘરે ભોજન કરાવાનું મહત્વ છે.