મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (14:58 IST)

Dhanteras & Lakshmi Pujan: ધનતેરસ ક્યારે છે? જાણી લો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

Dhanteras - હિંદુ ધરમાં દિવાળીનો ખાસ મહત્વ છે અએન આટ્લુ જ મહત્વ ધનતેરસનો પણ છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ માતા લક્ષ્મી અને કુબેરનો પૂજન કરાય છે. આ દિવસે કોઈ નવી વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. ખાસ કરીને જો ધનતેરસના દિવસે સોના કે ચાંદીની ખરીદી કરાય તો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. સાથે જ નવુ વાહન કે ભૂમિ પણ ધનતેરસના રોજ લેવુ શુભ ગણાય છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ધનતેરસ અને ખરીદીનુ શુભ મુહુર્ત 
 
ધનતેરસ ક્યારે છે
ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિના દિવસે ઉજવાય છે. આ વખતે 22 તારીખ શનિવારે દ્વાદશી તિથિ 6 વાગીને 2 મિનિટ સુધી રહેશે. તે પછી ત્રયોદશી શરૂ થશે. 
 
ત્રયોદશીના આવતા દિવસે એટલેકે 23 ઓક્ટોબરની સાંજે 6 વાગીને 03 મિનિટ સુધી જ રહેશે. તેથી કેટલાક લોકો 22ની રાત્રે જ ઉજવશે. અને કેટલાક લોકો ઉદયાતિથિના 
 
મુજબ 23 ઓક્ટોબર રવિવારે ઉજવશે. આ દિવસે નરક ચતુર્દશી પણ રહેશે. 
 
ધનતેરસ પૂજા સમય
ધનતેરસ તારીખ 2022 – 23 ઑક્ટોબર 
ધન ત્રયોદશી પૂજા (ધનતેરસ લક્ષ્મી પૂજન) માટેનો ધનતેરસ શુભ મુહૂર્ત – સાંજે 5:25 થી 6 કલાક સુધી
પ્રદોષ કાલ – સાંજે 05:39 થી 20:14 સુધી.
વૃષભ સમયગાળો – સાંજે 06:51 થી 20:47 સુધી.
 
ધનતેરસ શુભ મુહૂર્ત 2022- ધનતેરસ 
ધનતેરસના દિવસે નવી વસ્તુ ખરીદવી એ શુભ માનવામાં આવે છે અને જો શુભ મુહૂર્તનું ધ્યાન રાખવામાં આવે તો તે વધુ ફળદાયી બને છે. જો તમે ધનતેરસના દિવસે કોઈ 
 
નવી વસ્તુઓ ખરીદી રહ્યા છો તો 23 ઓક્ટોબરે સૂર્યોદયથી સાંજે 6.03 વાગ્યા સુધીનો સમય શુભ મુહુર્ત છે.
 
ધનતેરસ પૂજા વિધિ
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી, મા લક્ષ્મી પૂજન અને કુબેરજીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા સાંજે કરવામાં આવે છે અને આ દરમિયાન મંદિરમાં તમામ 
 
દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે અને તેમનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ફૂલ અને ફળ અર્પણ કરો. આ પછી ભગવાન 
 
કુબેર અને દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈ ચઢાવો. ધ્યાન રાખો કે ભગવાન ધન્વંતરીને પીળા રંગની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ.
(Edited By- Monica Sahu)