સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (16:52 IST)

Diwali Muhurat Trading - દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સેશન- know about the Muhurat trading

Diwali trading Muhurat
What is Muhurat Trading-શેરબજાર માટે દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વનો છે. આ અવસર પર રોકાણ કરવું શુભ છે અને માનવામાં આવે છે કે તેનાથી ઘર અને વેપારમાં સમૃદ્ધિ વધે છે. આ કારણે દિવાળી પર રજાઓના કારણે આખો દિવસ બંધ રહે છે પરંતુ સાંજની પૂજા સમયે શેરબજાર લગભગ એક કલાક શેરની ખરીદી-વેચાણ માટે ખુલ્લુ રહે છે. આ મુહૂર્ત ટ્રેડિંગ કહેવાય છે  
 
મુહૂર્ત ટ્રેડિંગ શું છે?
આ સવાલનુ જવાબ આપીએ કે મુહૂર્ત ટ્રેડિંગ શું છે? આવો મુહુર્ત શબ્દ પર નજર નાખીએ છે. મુહુર્ત શબ્દનુ અર્થ છે શુભ સમય. હિંદુ રિવાજોમાં, મુહૂર્ત એ સમય છે જ્યારે સકારાત્મક પરિણામો સુનિશ્ચિત કરવા માટે ગ્રહોને અનુકૂળ સ્થિતિમાં મૂકવામાં આવે છે.
 
દિવાળી પર શેરમાં રોકાણ કરવા માટે આ એક કલાકનો સમય શુભ માનવામાં આવે છે. દર વર્ષે સ્ટોક એક્સચેન્જ મુહૂર્ત વેપારનો સમય દર્શાવે છે.
 
માન્યતાઓ અનુસાર, આ એક કલાક દરમિયાન જે લોકો વેપાર કરે છે તેમને આખા વર્ષ દરમિયાન પૈસા કમાવવા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની વધુ સારી તક હોય છે. સામાન્ય રીતે આ સમયગાળો દિવાળીની સાંજનો હોય છે અને મોટાભાગના લોકો દેવી લક્ષ્મીના પ્રતીક તરીકે શેર ખરીદવાનું પસંદ કરે છે. આ માત્ર ભારતીય શેરબજારો માટે અનન્ય છે.

Edited By-Monica sahu