ધનતેરસ : પૂજન અને શુભ મુહુર્ત


કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 13 નવેમ્બર
2020 ના રોજ શુક્રવારે
છે. ભગવાન ધનવંતરિની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ.

સૌ પ્રથમ નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર ચોખ્ખા સ્થળ પર સ્થાપિત કરો અને સામે બેસી જાવ. ત્યારબાદ નીચેના મંત્રોનો જાપ કરીને ભગવાન ધંવનતરિની પૂજા કરો.

सत्यं च येन निरतं रोगं विधूतं,अन्वेषित च सविधिं आरोग्यमस्य।
गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं।

ત્યારબદ પૂજા સ્થળ પર આસન મૂકવાના ભાવથી ચોખા ચઢાવો, પાણી છોડો, ભગવાન ધન્વન્તરિના ચિત્ર પર અબીલ, ગુલાલ, અષ્ટગંધ વસ્ત્ર વગેરે ચઢાવો. ચાંદીનું પાત્ર હોય તો તેમા નહી તો અન્ય પાત્રમાં ખીરનો નૈવેદ્ય બતાવો. ફરી પાણી છોડો. ત્યારબાદ મુખવાસ તરીકે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વન્તરિને વસ્ત્ર અર્પણ કરો. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધિયો પણ ભગવાનને ધન્વન્તરિને અર્પણ કરો. રોગમુક્તિ માટે ઈશ્વર આગળ આ મંત્રનો જાપ કરો
ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट्।।


ત્યારબાદ ભગવાન ધન્વન્તરિને નારિયળ અને દક્ષિણા અર્પણ કરો. પૂજના અંતમા કપૂરની આરતી કરો.
ધનતેરસનુ શુભ
આ વર્ષે ધનતેરસ પર્વ ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ રહેશે. ધનતેરસ ગુરૂવારે બપોરે 12:30 થી શુક્રવારે સવારે 9:00 સુધી રહેશે. ભગવાન ધન્વન્તરિનુ બંને દિવસે કરી શકાશે.
બપોરે- 1-50 વાગ્યાથી 3-20 સુધી
બપોરે 3-20 વાગ્યાથી સાંજે 4-45 સુધી
સાંજે 5-50 વાગ્યાથી 6-20 સુધી
સાંજે 6-20 વાગ્યાથી થી 7.50 સુધી.
શુક્રવાર - આ દિવસે સવારે 8:11 થી 9:00 સુધી શુભુ મુહુર્ત છે.


આ પણ વાંચો :