ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 12 નવેમ્બર 2020 (15:50 IST)

ધનતેરસના દિવસે જો કર્યા આ 6 ઉપાય, જરૂર થશે ધનવર્ષા

13 નવેમ્બર, શુક્રવારને ધનતેરસ છે. હિંદુ પંચાગના મુજબ કાર્તિક મહીનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ પર આ તહેવાર ઉજવાય છે. ધનતેરસના બીજા દિવસે નરક ચતુર્દશી અને મોટી દિવાળી ઉજવાશે. ધનતેરસ પર ધનવંતરી અને કુબેરની સાથે માતા લક્ષ્નીની પૂજા હોય છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. માન્યતા છે કે ધનતેરસના દિવસે પૂજા અને કેટલીક વસ્તુઓની ખરીદી કરતા પર ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વાસ હોય છે. ધનતેરસના દિવસે કેટલાક ટોટકા કરાય છે જેને ખૂબજ શુભ ગણાય છે. 
*ધનતેરસ પર ગોમતી ચક્રના ઉપાયથી આવનાર દિવસોમાં માણસની પાસે ધનની ઉણપ દૂર થઈ જાય છે. ધનતેરસ પર પાંચ ગોમતી ચક્ર પર ચંદન લગાવીને લક્ષ્મી પૂજન કરવું અને લક્ષ્મી મંત્રોનો જાપ કરવું. 
 
*ધનતેરસ પર લક્ષ્મી-ગણેશ અને કુબેર પૂજન કર્યા પછી રાત્રે 21 ચોખાના દાણાને લાલ રંગના કપડામાં લપેટીને ધન રાખનારી જગ્યા પર મૂકવું. ધનતેરસના દિવસે આ ઉપાયથી આર્થિક સંપન્નતા આવે છે. 
 
*ધનતેરસથી ભાઈબીજ સુધી 11 કોડીને લાલ કપડામાં રાખી શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન સંબંધી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
 
*અચાનક ધન પ્રાપ્તિ માટે ધનતેરસની સાંજે 13 દીવા પ્રગટાવો અને સાથે 13 કોડીને લઈને અડધી રાત્રેના સમયે ઘરના દરેક ખૂણામાં મૂકી દો. માન્યતા છે કે આવું કરવાથી માણસને અચાનક ધન સંપદા પ્રાપ્ત હોય છે. 
 
*જે લોકોની પાસે ધન નહી ટકતું અને હમેશા ધનની કમી રહે છે તેને ધનતેરસથી દિવાળીના દિવસ સુધી મા લક્ષ્મીને લવિંગનો એક જોડી જરૂર ચઢાવો. 
 
*સમાજમાં પૈસાની સાથે જો માન-સમ્માન અને પદ પ્રાપ્ત કરવું છે તો ધનતેરસના દિવસે તે ઝાડની ડાળીને તોડી ઘરે લાવો જેમાં હમેશા ચમગાદડ ડેરા જમાવી રહેતી હોય આ ડાળીને ઘરના મુખ્ય રૂમમાં રાખવાથી બધા પ્રકારની ખુશીઓ મળે છે.