સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 નવેમ્બર 2020 (11:01 IST)

ધનતેરસ પહેલાં પહેલીવાર 2000 પ્રતિ તોલા સસ્તુ થયું સોનું, બે દિવસ પહેલાં થઇ ગયું 20 ટકા બુકિંગ

ધનતેરસના બે દિવસ પહેલાં સોનાની કિંમતોમાં આવેલા ઘટાડાથી દાગીના ખરીદવાનું પ્લાનિંગ બનાવી રહેલા લોકોને નવા ઉત્સાહથી ભરી દીધા છે. સોમવારે સાંજે 10 ગ્રામ  ગોલ્ડની કિંમત 2 હજાર રૂપિયા ઘડી ગઇ. એટલેકે 10 ગ્રામ સોનાની કિંમત 54,500 થી ઘટીને 52,500 રૂપિયા પર પહોંચી ગઇ. ધનતેર્સના ઠીક 3 દિવસ પહેલાં સોનાના ભાવ ઓછા થતાં લગ્ન માટે સોનું ખરીદવાની તક છે. જે લોકો સોનું ખરીદવાની એક તક બનાવી દીધી છે. જે ગોલ્ડના ભાવ ઓછા થઇ જવાની રાહ જોઇ રહ્યા હતા તેમના માટે સોનાની ખરીદીની એક તક છે. મંગળવારે જ જ્વેલરી શોપમાં ઓર્ડર વધી ગયો. 
 
વિરકૃપા જ્વેલર્સના જણાવ્યા અનુસાર ગોલ્ડના ભાવ ઓછા થતાં જ મંગળવારે ધનતેરસની 20 ટકા બુકિંગ થઇ ગઇ. આ ઉપરાંત ઇન્કવાયરી વધી ગઇ છે. સોના ભાવ વધતાં પહેલાં જ સોનું ખરીદવમાં રૂચિ દાખવી રહ્યા છે. આગામી દિવસોમાં સોનાના ભાવ વધવાની સંભાવના છે.
 
સોમવારે કોરોના વેક્સીન તૈયાર થવાના દાવા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો. ગત વર્ષે ધનતેરસ પર સોનાનો ભાવ 38,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. જ્યારે અત્યારે 52 હજાર રૂપિયા દસ ગ્રામ છે. બહવ વધતાં જ ખરીદીનો ટ્રેંડ પણ બદલાઇ ગયો છે. જ્વેલર્સનું મનઈ તો 'સોનાના ભાવ વધતાં હળવા દાગીનાની માંગ વધી ગઇ છે. 
 
ઇન્ડીયન બુલિયન જ્વેલર્સ એઓસિએશનના ગુજરાતના ડાયરેક્ટર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે અત્યાર સુધી 30 થી 40 ટકા જ્વેલરીનો કારોબાર રહ્યો છે. જોકે ગોલ્ડના ભાવ લાંબા સમય બાદ પ્રતિ 10 ગ્રામ 2000 ધટતાં ધનતેરસમાં સારા કારોબારની આશા છે.