કાળી ચૌદસ 2021નો પૂજાનું મુહૂર્ત અને પૂજા વિધિ

significance on Narak Chaudas 2021
Last Updated: બુધવાર, 3 નવેમ્બર 2021 (10:57 IST)
કાળી ચૌદસને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ચતુર્દશી તિથિ દરમિયાન કાળી ચૌદસ મનાવવામાં આવે છે.
કાળી ચૌદસ 2021નો પૂજાનું મુહૂર્ત


કાળી ચૌદસની પૂજાના મુહૂર્તનો સમય - રાત્રે 11:41 to 12:30, 04 નવેમ્બર
શુભ મુહૂર્તની અવધી - 49 મીનિટ
ચતુર્દશી તિથિ શરૂ થવાનો સમય - રાત્રે 9:02 કલાક, 3 નવેમ્બર
ચતુર્દશી તિથિ પૂર્ણ થવાનો સમય - સવારે 6:03 કલાક, 4 નવેમ્બર

કાળી ચૌદસ પૂજા વિધિ

- આ દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા સ્નાન કરી સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવુ જોઈએ
- આ દિવસે તલનુ તેલ લગાવ્યા પછી સ્નાન કરવુ શુભ માનવામાં આવે છે
- આ દિવસે શરીર પર ચંદન લેપ લગાવીને સ્નાન કર્યા પછી ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાનુ વિધાન છે.
- સાંજે ઘરના ઉંબરા પર દીપ પ્રગટાવો અને યમ દેવની પૂજા કરો.


આ પણ વાંચો :