બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified ગુરુવાર, 7 નવેમ્બર 2019 (11:16 IST)

તુલસી વિવાહ 2019- ચાર મહીનાની નિદ્રાથી જાગે છે ભગવાન વિષ્ણુ, આપે છે ખાસ આશીર્વાદ

હિંદુ ધર્મમાં તુલસી પૂજાને ખૂબ મહત્વપૂર્ણ જણાવ્યું છે. ખાસ કરીને દરેક ઘરમાં તુલસીની પૂજા કરાય છે. માનવું છે કે જે ઘરમાં તુલસીની પૂજા હોય છે. ત્યાં તુલસીનો વાસ હોય છે અને પરિવારની સુખ સમૃદ્ધિ બની રહે છે. કાર્તિક માસની એકાદશીને તુલસી વિવાહનો આયોજન કરાશે. આ વર્ષે તુલસી વિવાહની ખાસ પૂજા 8 નવેમ્બરે કરાશે. આવી માન્યતા છે કે દેવઉઠની એકાદશી પર ઉજવતા તુલસી વિવાહના આયોજનના દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહીનાની ઉંઘથી જાગે છે. 
 
તુલસી માતા જે ભગવાન વિષ્ણુની પ્રિય ગણાય છે. તેમનો લગ્ન ભગવાન શાલિગ્રામથી હોય છે. જાણો છો તુલસી વિવાહના દિવસે પૂજા કરવાથી લોકોને કયું વિશેષ લાભ મળે છે. 
 
ખુશહાલ વૈવાહિક જીવન- જો દાંપત્ય જીવનમાં પરેશાની આવી રહી છે તો તુલસી વિવાહનો ખાસ આયોજન કરવાથી લાભ હોય છે. જો વિવાહમાં મોઢું થઈ રહ્યું છે. તો પણ તુલસી વિવાહથી મુશ્કેલીઓ દૂર થવાની શકયતા વધી જાય છે અને સારા સંબંધ મળે છે. આર્થિક સ્થિતિમાં સુધાર તુલસી વિવાહના દિવસે વિષ્ણુમી પૂજાના 
 
સમયે કેટલાક પૈસા તેની પાસે રાખવું. ત્યારબાદ આ પૈસા તમારા પર્સમાં પરત રાખી લો. આર્થિક સ્થિરતા બનાવી રાખવામાં મદદ મળે છે. 
 
કામમાં સફળતા માટે- આ દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળ અને બદામ ચઢાવવાથી રોકાયેલા કાર્ય પૂર્ણ કરવામાં સહાયતા મળે છે. રોકાયેલા કાર્ય પૂર્ણ થવાની સાથે જ જીવનમાં સુખનો આગમન પણ હોય છે. 
 
મનોકામનાની પૂર્તિ માટે- કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને તુલસી પૂજનના દિવસે ભગવાન વિષ્ણુને કેસર મળેલા દૂધથી અભિષેક કરાવો. તેના પ્રસન્ન થવાથી તમારી મનોકામના પૂર્તિમાં મદદ મળશે. 
 
સારું આરોગ્ય માટે- સારા સ્વાસ્થય માટે તમે તુલસી વિવાહના દિવસે સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જપ કરવું. પરિવારની સુખ શાંતિ જાણવી રાખવા માટે હિંદુ ધાર્મિક શાસ્ત્રો મુજબ તુલસી પૂજનના દિવસે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા કરવી જોઈએ. સાથે જ પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી.