ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (17:17 IST)

દિવાળીની પૂજામાં શામેલ કરો આ 5 ફૂલ, પ્રસન્ન થશે લક્ષ્મી, મળશે ખાસ કૃપા

કમળ- કમળ દેવી લક્ષ્મીના સૌથી પ્રિય ફૂલોમાંથી એક છે. કમળના ફૂલ પર જ દેવીનો વાસ ગણાય છે. આથી દિવાળી પર પૂજાના સમયે દેવીને કમળનું  ફૂલ ચઢાવવું શુભ હોય છે. 
 
સફેદ કનેર - દેવી લક્ષ્મી ધન-ધાન્યની  સાથે-સાથે સુખ અને શાંતિની પણ દેવી છે , આથી દેવીને સફેદ રંગના ફૂલ ચઢાવવા શુભ હોય છે. દિવાળીની પૂજામાં સફેદ કનેર જરૂર શામેલ કરો. 
 
લાલ ગુલાબ- દેવીને લાલ રંગના વસ્ત્ર અને ફૂલ ચઢાવવું સારું ગણાય છે . ખાસ કરીને સુહાગન મહિલાઓએ  પૂજાના સમયે દેવીને લાલ ગુલાબ કે લાલ રંગનું  કોઈ પણ ફૂલ ચઢાવવું જોઈએ. 
 
બ્લૂ ગુડહલ - બ્લૂ રંગ ધનનો પ્રતીક ગણાય છે અને દેવી લક્ષ્મી ધનની દેવી છે. આથી દેવી લક્ષ્મીની પૂજામાં બ્લૂ રંગના ગુડહલનો ફૂલ શામેળ કરવું ખૂબ સારું હોય છે. 
 
ગેંદા- પીળા રંગના ફૂલ ભગવાન વિષ્ણુને બહુ પ્રિય ગણાય છે. આ કારણે આ ફૂલ દેવી લક્ષ્મીને પણ પ્રિય છે. દિવાળીની પૂજામાં લક્ષ્મીની સાથે વિષ્ણુને વિરાજિત કરો ગંદાના પીળા ફૂલ ચઢાવવા જોઈએ.