બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 17 ઑક્ટોબર 2022 (18:04 IST)

Vagh Baras 2022 - જાણો વાઘબારસનુ શુભ મુહુર્ત, પૂજા વિધિ અને આ વ્રતનુ મહત્વ

How it's celebrated? Puja Vidhi and Muhurat

vagh baras
વાઘ બારસ એ દીપાવલી દરમિયાન ઉજવવામાં આવતો એક શુભ દિવસ છે. તે ભારત અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત, અંધકાર પર પ્રકાશની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનો પણ સંકેત આપે છે. દિવાળી વાઘ બારસથી ભાઈ દૂજ સુધી પાંચ દિવસ ચાલે છે. વાઘ બારસને દિવાળીનો પહેલો દિવસ માનવામાં આવે છે અને આ દિવસ ગાયની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર શ્રી વલ્લભ કૃષ્ણા નદીમાં અદૃશ્ય થઈ ગયા. કેટલીક જગ્યાએ તેને ગુરુ અથવા ગોવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. 'ગૌ' શબ્દ ગાયને સૂચવે છે, જ્યારે 'વત્સ' શબ્દ વાછરડાને સૂચવે છે.
Chhath Puja 2022
વાઘ બારસ 2022 શુભ મુહુર્ત 
 
 વાઘબારસ તિથિ - 21 ઓક્ટોબર 2022 શુક્રવાર 
પ્રદોષ કાળ વાઘ બારસ મુહુર્ત - 06:09 PMથી 08:39 PM સુધી 
દ્વાદશી તિથિ શરૂ - 21 ઓક્ટોબર 2022ના રોજ 05.22 PM 
 દ્વાદશી તિથિ સમાપ્ત - 22 ઓક્ટોબર 2022 ના રોજ 06.02 PM
Chhath Puja 2022
વાઘ બારસ પૂજા વિધિ અને અનુષ્ઠાન 
 
-  આ દિવસે વાઘ બારસમાં નીચેની વિધિ કરવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાનું સન્માન કરવામાં આવે છે.
- આ દિવસે ગાયો અને વાછરડાઓને પાણીથી સાફ કરવામાં આવે છે અને પછી તેમને તેજસ્વી રંગના કપડાં પહેરાવવામાં આવે છે.
-  આ દિવસે ગાય અને વાછરડાને સુંદર માળાથી શણગારવામાં આવે છે.
-  આ દિવસે વાઘ બારસમાં નીચેની વિધિ કરવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાનું સન્માન કરવામાં આવે છે.
- આ દિવસે ગાયો અને વાછરડાઓને પાણીથી સાફ કરવામાં આવે છે અને પછી તેમને તેજસ્વી રંગના કપડાં પહેરાવવામાં આવે છે.
-  આ દિવસે ગાય અને વાછરડાને સુંદર માળાથી શણગારવામાં આવે છે.
- પુત્ર પ્રાપ્તિ માટે મહિલાઓએ આ દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ.
- આ દિવસે લોકો ભગવાન કૃષ્ણના ગાય પ્રત્યેના પ્રેમને યાદ કરે છે.
વાઘ બારસમાં વ્રત રાખવાના નિયમો
- આ દિવસે લોકો સંપૂર્ણ ભક્તિ સાથે વાઘ બારસ અથવા ગોવત્સ દ્વાદશીની ઉજવણી કરે છે. 
- આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના બાળકોની રક્ષા માટે એક દિવસનું વ્રત કરે છે. 
- મહિલાઓ દિવસમાં એક જ ટાઈમ ભોજન લેવાના કડક નિયમનું પાલન કરે છે. 
- એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘઉં અને દૂધની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેમનું સેવન ન કરવું જોઈએ.
 
વાઘબારસનો તહેવાર  દ્વાદશી પર આવે છે, એટલે કે એકાદશીના એક દિવસ પછી અને ધનતેરસના એક દિવસ પહેલા. આ તહેવાર મુખ્યત્વે સાંજના સમયે ઉજવવામાં આવે છે. વાઘ બારસ એક ગાયના રૂપમાં ભગવાનની પૂજા કરવા માટે સમર્પિત દિવસ છે. એવુ માનવામાં આવે છે કે ગાયમાં ભગવાનના દિવ્ય કિરણોને એબોર્સ્વ કરવાની ક્ષમતા હોય છે અને તેથી સમગ્ર ભારતમાં લોકો ગાયને ગૌ માતા માને છે. તેમનુ માનવુ છે કે વાઘ બારસ આપણી પરંપરાઓનુ સન્માન કરવા અને આપણી સંસ્કૃતિને જીવિત રાખવા માટેનો યોગ્ય દિવસ છે. 
 
વાઘ બારસ નું મહત્વ
મુખ્યત્વે, વાઘ બારસ ભારતના પશ્ચિમ ભાગો જેવા કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં, ગાય વ્યક્તિનું પાલન-પોષણ કરે છે, જેના કારણે તેને પવિત્ર અને માતા સમાન માનવામાં આવે છે. દિવાળી એ રોશની અને ઉજવણીનો તહેવાર છે જે વસુ બારસથી શરૂ થાય છે.