બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated: ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (08:47 IST)

Bhai Dooj 2022 ક્યારે છે ભાઈબીજ, જાણો શુભ મુહુર્ત અને શુ કરવુ શુ નહી

Essay on Bhai Dooj
પૌરાણિક શાસ્ત્રો અનુસાર, કારતક શુક્લ પક્ષના બીજા દિવસે  ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તેમના ઘરે બોલાવે છે અને તિલક કરે છે અને તેમને ભોજન કરાવે છે.
 
 પૌરાણિક કથા અનુસાર, સૂર્યની પુત્રી યામી એટલે કે યમુનાએ કારતક શુક્લ પક્ષના બીજા દિવસે પોતાના ભાઈ યમને પોતાના ઘરે આમંત્રિત કર્યા અને પોતાના હાથે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યુ  જેનાથી યમરાજ ખૂબ પ્રસન્ન થયા અને પોતાની બહેન યમુનાને વરદાન માંગવા કહ્યું. ત્યારે યમુનાએ પોતાના ભાઈ યમ પાસેથી આ વરદાન માંગ્યું કે આ દિવસે જે બહેન પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવે છે, તેને ભોજન કરાવે છે અને તેના કપાળ પર તિલક લગાવે છે તો તેને તમારો એટલે કે યમનો ભય ન રહે.  આવુ કહેતા યમરાજે પોતાની બહેનને તથાસ્તુ કહીને આ વરદાન પ્રદાન કર્યુ. તેથી આજના દિવસે જે ભાઈ પોતાની બહેનની ત્યા ભોજન કરે છે એ ભાઈ-બહેનોને યમનો ભય રહેતો નથી.  
 
- આસો મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ 26 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 2 વાગીને 42 મિનિટ પર લાગશે. આ તિથિ 27 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 12 વાગીને 45 મિનિટ પર સમાપ્ત થશે. આ વખતે 26 ઓક્ટોબરના રોજ ભાઈબીજનો તહેવાર ઉજવાશે. 
 
ભાઈ બીજ મુહુર્ત - 26 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગીને 18 મિનિટથી 3 વાગીને 33 મિનિટ સુધી રહેશે.  
 
 ભાઈબીજના દિવસે શુ કરવુ 
ભાઈ બીજાના દિવસે બહેનો પોતાના ભાઈને આમંત્રણ આપીને તેમને પોતાના હાથથી બનાવેલુ સ્વાદિષ્ટ ભોજન કરાવે અને તેમને તિલક કરે. ભોજન ઉપરાંત પોતાના ભાઈને પાન ભેટ કરે. એવુ કહેવાય છે કે પાનનુ બીડુ ભેટ કરવાથી બહેનોનુ સૌભાગ્ય અખંડ રહે છે. 
 
શુ ન કરવુ 
 
શાસ્ત્ર મુજબ આજના દિવસે જે ભાઈ પોતાના ઘરે જ ભોજન કરે છે તેને દોષ લાગે છે. જો બહેનનુ ઘરે જવુ શક્ય ન હોય તો કોઈ નદીના કિનારે ગાયને પોતાની બહેન માનીને તેના નિકટ ભોજન કરવુ શુભ રહે છે. 
 
યમુના સ્નાન - એવી માન્યતા છે કે યમ દ્વિતીયાના દિવસે જે ભાઈ-બહેન યમુના સ્નાન કરે છે તેમને યમરાજનો ભય રહેતો નથી અને તેમને યમલોક જવુ પડતુ નથી.