ગુજરાતી દિવાળી રેસીપી - ડ્રાયફ્રૂટ બરફી

pinapple barfi
Last Modified ગુરુવાર, 9 ઑક્ટોબર 2014 (14:14 IST)


સામગ્રી -
અઢી કપ મેદો, દોઢ કપ દૂધ, 1 કપ દળેલી ખાંડ, 100 ગ્રામા સફેદ માખણ, 2 ટી સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન બેકિંગ પાવડર, 2 ટી સ્પૂન કાજુની કટકી, 1 ટેબલ સ્પૂન છોલેલી બદામની કટકી, 1 ટેબલસ્પૂન પિસ્તાની કટકી, ચપટી પાઈનેપલ એસેંસ


બનાવવાની રીત -
સૌ પ્રથમ ખાંડ અને વાસણને એક તપેલીમાં લઈને સારી રીતે ફીણો. એકદમ મેશ થઈ જાય કે તેમા ચપટી મીઠુ અને બેકિંગ પાવડર નાખીને ફરીથી ફીણો. હવે આ મિશ્રણમાં મેદો, દૂધ, મિલ્ક પાવડર અને બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને સારી રીતે હલાવો. આ મિશ્રણને એક કલાક માટે રહેવા દો. એક કલાક પછી બેકિંગ ટિન પર મેદો ભભરાવીને આ મિશ્રણ પાથરી દો. અગાઉથી ગરમ કરેલ ઓવનમાં 350 ફે. તાપમાન પર મુકી સુગંઘ આવે ત્યા સુધી થવા દો. બદામી કલર થાય એટલે કાઢીને તેના પીસીસ કરી લો. ચાહો તો ઉપરથી બટર દ્વારા આઈસિંગ કરી શકો છો.આ પણ વાંચો :