Diwali Recipe - કોપરા પાક
સામગ્રી - 2 કપ લીલાં નાળિયેરનું ખમણ, 1 કપ દૂધ, 1/2 કપ મલાઈ, 1 કપ ખાંડ, 2 ચમચી ઘી. 1 1/2 ચમચી ઈલાયચી પાઉડર 1 ચમચી ડ્રાયફ્રુટ કતરન
બનાવવાની રીત - સૌ પહેલા ગેસ પર એક નોનસ્ટિક કઢાઈ મુકો. હવે તેમાં લીલાં નાળિયેરનું ખમણ અને દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરી 10 થી 12 મિનિટ સુધી સાંતળો. હવે મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી 5 થી 7 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી લો. ખાંડનુ પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર નાખીને ગેસ પરથી ઉતારી લો, એક થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણને થાળીમાં પાથરી લેવું. ઉપર ડ્રાયફ્રુટની કતરન ભભરાવી દો. ઠંડુ થાય એટલે કાપા કરી લો. ડબ્બામાં ભરી ફ્રીઝમાં 5 થી 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
એવું માનવામાં આવે છે કે રવિવારે આ નક્ષત્ર વધુ ફળદાયક છે. પુષ્ય નક્ષત્ર નક્ષત્રના રાજા તરીકે પણ ઓળખાય છે. આ દિવસે સોના, ચાંદી, રોકડ, વાહનો અને અન્ય સંપત્તિ ખરીદવી સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.