દિવાળીની ગુજરાતી વાનગી - મોહનથાળ

Besan Ki Barfi Ka Bhog
Besan Ki Barfi Recipe

સામગ્રી - 400
ગ્રામ કંડેન્સ મિલ્ક, 200 ગ્રામ ખાંડ, 3 કપ બેસન, 2 ચમચી દૂધ, કેસર, 1 કપ ઘી, કતરરેલા બદામ અને પિસ્તા


બનાવવાની રીત -
સૌ પ્રથમ બેસન અને દૂધને સારી રીતે મિક્સ કરી ચાળીને 30 મિનિટ માટે ઢાંકીને મુકી દો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમા બેસન નાખીને 10 મિનિટ સુધી સેકો.


મિશ્રણને સતત હલાવતા તેમા કંડેન્સ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને 15 મિનિટ સુધી હલાવતા રહો અને ઘટ્ટ થતા સુધી થવા દો. ત્યારબાદ તેમા કેસર નાખો અને વાસણ ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને ઉપરથી કતરેલા બદામ અને પિસ્તા નાખી દો. જ્યારે આ ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.


આ પણ વાંચો :