મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (13:39 IST)

સ્કૂલ ખોલવા મુદ્દે વાલીઓનો વિરોધ, દિવાળી પછી 2 કલાક ખોલી શરૂ થઇ શકે છે ક્લાસીસ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજ્યમાં દિવાળી પછી સ્કુલો ખોલવાના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી એક મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં સ્કુલ ખોલવાને લઇને કયા માપદંડ અપનાવવા છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાં કઇ રીતે સ્કૂલ ખોલવામાં આવે અને શું સાવધાની વર્તવી જોઇએ તેને લઇને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. જેને શિક્ષણમંત્રીને મોકલવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં આયોજિત મીટિંગમાં સામાન્ય સહમતિ બની કે ધોરણ 10 અને 12ના ક્લાસીસ ખોલવા જોઇએ. તેમના ક્લાસનો સમય 2 કલાકનો હોવો જોઇએ. જો કોઇ સ્કૂલમાં ધોરણ 10 અને 12 માટે એક જ બિલ્ડિંગ છે તો તેને 1 કલાકનું અંતર રાખવું અનિવાર્ય છે. 
 
સ્કૂલોમાં સેનિટાઇઝિંગની વ્યવસ્થા હોવી જોઇએ. સ્વચ્છતામાં કોઇપણ પ્રકારની ભૂલ ન થાય તેના માટે પુરી તૈયારી સરકારી ગ્રાંટેડ અને ખાનગી સ્કૂલોમાં હોવી જોઇએ. 
 
ત્યારબાદ ધીમે ધીમે સ્કૂલોનો સમય વધારવામાં આવી શકે છે અને પછી ક્લાસ રૂમની સંખ્યાના આધારે વિદ્યાર્થીઓને કઇ રીતે બોલાવવા જોઇએ તેની તૈયારી આગળ કરવામાં આવશે. 
 
જિલ્લા શિક્ષણ અધિકારીના અનુસાર વાલીઓની સલાહ છે કે ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવી યોગ્ય રહેશે. પ્રાથમિકના બાળકોને બોલાવવા યોગ્ય રહેશે નહી. એટલા માટે ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. અન્ય ધોરણના વાલીઓ સાથે તેમની સલાહ માંગવામાં આવશે. 
 
મીટીંગમાં મનોચિકિત્સકોની સલાહ પણ લેવામાં આવી. જાણવા મળ્યું છે કે અત્યારે સ્કુલ બોલાવવા પર શું અસર પડશે. જેના પર મનોચિકિત્સકોની સલાહ હતી કે સૌથી પહેલાં વાલીઓને તૈયાર કરવા પડશે, જેથી સ્કૂલ મોકલતાં પહેલાં બાળકોને માનસિક રીતે ઘરમાં તૈયાર કરી શકાય અને સ્કૂલમાં બાળકો એ બતાવવામાં આવે કે ત્યાં તેમને કોઇપણ પ્રકારનો ખતરો નથી. 
 
જેમ કે સેનેટાઇઝિંગની વ્યવસ્થા સાથે-સાથે થર્મોમિટર જ્યાં બાળકોનું ટેમ્પરેચર માપી શકાય અને હેન્ડ સેનિટાઇઝર તથા માસ્ક સ્કૂલમાં વધારાના રાખવામાં આવે. જરૂરિયાત જણાતા બાળકોને તાત્કાલિક આપવામાં આવે. સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન થાય. જેથી બાળકો કોઇપણ પ્રકારનો માનસિક તણાવ ન અનુભવે. તેના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે.