રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (13:15 IST)

માઉન્ટ આબૂમાં જોવા મળ્યો અનોખો નજારો, રિંછે ઝૂકાવ્યું શીશ, અને લાઇટ બંધ કરી જતું રહ્યું

માઉન્ટ આબૂ: નવરાત્રિમાં તમામ દેવીઓની આરાધનામાં લીન છે. એવામાં જો કોઇ રિંછ આરાધના કરે અને વિજળી બચાવવાનો સંદેશ આપીને જતું રહે તો તેને અદભૂત નજારો કહી શકાય. સિરોહી જિલ્લાના માઉન્ટ આબૂમાં આવી જ ઘટના કેમેરામાં કેદ થઇ છે. જો તમે કોઇપણ પ્રકાર રિંછે લાઇટ બંધ કરી અને તે પહેલાં દેવીની પ્રતિમા સામે પોતાની આસ્થા પ્રગટ કરી. 
 
પ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન અને અભ્યારણ ક્ષેત્ર માઉન્ટ આબૂમાં મોટાભાગે જંગલી જાનવરોની વસ્તીના વિસ્તારમાં એક તસવીર સામે આવે છે. એવી જ કંઇક એવી તસવીર મંગળવારે મોડી સાંજે આવી છે જ્યાં રિંછ એક મંદિરમાં પ્રવેશ કરે છે અને થોડીવાર પછી મંદિરની લાઇટ બંધ કરી જંગલ તરફ જાય છે. 
 
સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં મંગળવારે માંડી સાંજે ગુરૂશિખર માર્ગ પર રોડ પર જ સ્થિત વીબાબા મંદિરમાં એક રિંછ આવ્યું. રિંછે આવતાં હાજર લોકો ત્યાંથી જતા રહ્યા. રિંછ મંદિરમાં થોડી વાર સુધી પોતાનો ખોરાક શોધતું રહ્યું. 
 
પછી જે મળ્યું તે ખાઇને મંદિર પર લાગેલી લાઇટને બંધ કરવા લાગ્યું બે પ્રયત્ન બાદ અંતે ત્રીજી વાર રિંછે લાઇટ બંધ કરી દીધી અને ત્યાંથી જતું રહ્યું. આ નજારો ત્યાંથી પસાર થઇ રહેલા સ્થાનિક નાગરિકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં રિંછ મોટાભાગે ભોજનની શોધમાં માનવ વસ્તી તરફ આવે છે. ઘણીવાર રિંછ પોતાના પર ખતરો હોવાના ડરથી હુમલો પણ કરે છે. તો બીજી તરફ રિંછની માનવ વસ્તી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ રહે છે તો ફરવા આવનાર પર્યટકો રિંછને જોઇને રોમાંચિત થઇ જાય છે.