1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 23 ઑક્ટોબર 2020 (12:49 IST)

ગુજરાતના પંકજ બોહરા બન્યા IACC વેસ્ટ ઈન્ડીયા કાઉન્સિલના પ્રેસીડેન્ટ

અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ બોહરા, ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ની વેસ્ટ ઈન્ડીયા કાઉન્સિલના પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પંકજ બોહરા છેલ્લા બે વર્ષથી વેસ્ટ ઈન્ડીયા કાઉન્સિલના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. થોડા દાયકા પહેલાં આઈએસીસીની ગુજરાત શાખા શરૂ થઈ ત્યારથી પંકજ બોહરા, આઈએસીસીની વેસ્ટ ઈન્ડીયા કાઉન્સિલના પ્રમુખ તરીકે ગુજરાતમાંથી ચૂંટાયેલા પ્રથમ પ્રેસીડેન્ટ છે. 
પોતાને મળેલી બઢતી અંગે પંકજ બોહરા જણાવ્યું હતું કે “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હંમેશ કરતાં વધુ મજબૂત છે. છેલ્લાં થોડાંક વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષી વેપાર ખૂબ જ વધ્યો છે અને ભારત વિદેશ વેપારમાં અમેરિકાના સૌથી મોટા ટ્રેડીંગ પાર્ટનર તરીકે ઉભરી આવ્યુ છે. આમ છતાં અમે માનીએ છીએ કે દ્વિપક્ષી વેપાર અને મૂડીરોકાણને વધુ વિસ્તારવાની હજૂ વ્યાપક તકો છે. આઈએસીસીની વેસ્ટ ઈન્ડીયા કાઉન્સિલ સરકાર તથા અન્ય સહયોગીઓના ઘનિષ્ઠ સંપર્કમાં રહીને  અમે આ દિશામાં કામ કરતા રહીશું. ”
 
56 વર્ષની વયના પંકજ બોહરા, પંકજ બોહરા એન્ડ ક્પની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસના સિનિયર પાર્ટનર છે. તે છેલ્લા 12 વર્ષથી આઈએસીસી સાથે જોડાયેલા છે. બોહરા  ઓડીટ અને એસ્યોરન્સ, ટેક્સ એડવાઈઝરી, કોર્પોરેટ ફાયનાન્સ, વિદેશમાં મૂડીરોકાણ સહિતનાંવિવિધ ક્ષેત્રોમાં નિપુણતા સહિત પોતાની સાથે કોર્પોરેટ ગવર્નન્સનો બહોળો અનુભવ લઈને આવે છે