રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑક્ટોબર 2020 (11:23 IST)

સુરતના લોકો આગામી દિવસોમાં નવરાત્રિ-દિવાળીમાં ભેગા થવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે

દેશમાં કોરોના ધીમો પડ્યો છે.  છેલ્લા કેટકાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો. એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો.  રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે, તેમ છતાં હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે કોરોના વાયરસના સુરતમાં  નગરપાલિકા દ્વારા નવરાત્રી અને દિવાળીમાં કોરોના સંક્રમણ વધવાના ભય સાથે મોટી ચેતવણી જાહેર કરી છે. 
 
સુરતના અડાજણ કૃષ્ણકુંજ સોસાયટીમાં ચાર જ પરિવારમા વીસ કોરોના પોઝીટીવ દર્દી મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.  સોસાયટીના રહીશોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતા ફકત ચાર જ ઘરમાં વીસ વ્યકતિ સંક્રમીત જોવા મળી હતી. પાલિકાએ તાત્કાલીક અસરથી સોસાયટીના તમામ રહીશોને ખાસ તકેદારી લેવા સુચના આપી છે. કોરોના પોઝીટીવ આવેલા મોટા ભાગના લોકો નજીકના મંદિરે જતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 
 
પાલિકાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી દરમિયાન લોકો મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળે. લોકો મોટી સંખ્યામાં ભેગા થશે તો સંક્રમણ વધશે. પ્રમાણ વધશે.
 
ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, ડાયાબીટીસ, પ્રેસર જેવી બિમારી ધરાવતા લોકોએ ખાસ કાળજી રાખવાની આવશ્કતા છે. ઘણા લોકો બહાર નિકળતી વખતે નાના બાળકોને માસ્ક પહેરાવતા નથી. આ ખુબ ગંભીર બાબત છે. નવરાત્રી અને દિવાળી દરમિયાન કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા શહેરીજનો સરકારે બહાર પાડેલી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરે.