રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 12 ઑક્ટોબર 2020 (11:44 IST)

અમદાવાદમાં ટ્યૂશન ખોલવાની માંગને લઇને વિરોધ પ્રદર્શન, સામૂહિક આત્મહત્યાની આપી ધમકી

સરકારે સ્કૂલો શરૂ કરવાની અનુમતિ આપી છે પરંતુ તેમછતાં ખાનગી ટ્યૂશન ક્લાસીસના સંચાલકોને હજુ સુધી રાજ્ય સરકાર દ્રારા ટ્યૂશન ક્લાસેસ શરૂ કરવાની અનુમતિ આપવામાં આવી નથી. ટ્યૂશન ક્લાસીસના સંચાલકોએ સરકારના આ નિર્ણયથે નારાજ થઇને સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. અમદાવાદ આરટીઓ સર્કલ નજીક ધરણા પર બેઠેલા ખાનગી સ્કૂલોના સંચાલકોએ કહ્યું કે અનલોક 5 શરૂ થવા છતાં પણ સરકારે કોઇપણ પ્રકારની રાહત આપી નથી. 
 
ટ્યૂશન ક્લાસના સંચાલકોનું જીવન તેમના ક્લાસીસ પર ટકેલું છે. સંચાલકોનું કહેવું છે કે તે સાત મહિનાથી આવક વિના છે. જેમ તેમ કરીને અમે સાત મહિના પસાર કરી દીધા. પરંતુ હવે વધુ સમય નિકળી શકે તેમ નથી. એટલા માટે રાજ્ય સરકાર અથવા તો અમે ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવાની અનુમતિ આપે અથવા પછી જે લોકોને મદદ આપવામાં આવે છે તે શ્રેણીમાં અમને સામેલ કરવામાં આવે. 
 
ખાનગી ટ્યૂશન ક્લાસીસના સંચાલકોનું કહેવું છે કે ''અમારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ છે. અમે બીજાના બાળકોને ભણાવીએ છે, પરંતુ અમારી પાસે અમારા બાળકોને ભણાવવા માટે પૈસા નથી. અમારી આર્થિક સ્થિતિ બગડતાં અમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય છે. મોદી સરકાર આત્મનિર્ભરની વાત કરી રહી છે. પરંતુ અમે પહેલાંથી આત્મનિર્ભર છીએ. અમે સરકાર પાસેથી એકપણ રૂપિયો લેતા નથી. અમે કોઇપણ પ્રકારએ સરકાર પર નિર્ભર નથી. સરકારના એક રૂપિયાની પણ જરૂર નથી. પરંતુ કમ સે કમ ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવાની અનુમતિ આપે. 
 
અમદાવાદના ટ્યૂશન ક્લાસિસના સંચાલકોએ આરટીઓ સામે વિરોધ પ્રદર્શન કરતાં કહ્યું કે વિરોધ ફક્ત અમદાવાદ સુધી સીમિત નથી. આ તો ફક્ત શરૂઆત છે. રાજ્ય સરકાર જો આ વિશે પહેલ કરતી નથી તો આગામી દિવસોમાં આખા દિવસોમાં રાજ્યના ટ્યૂશન ક્લાસીસ સાથે જોડાયેલા લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે. 
 
સરકાર જો અમારી મદદ નહી કરે તો અમને ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપે ક્લાસીસ શરૂ કરવા માટે અનલોક 5ને લઇને જાહેર કરેલા દિશા નિર્દેશોનું પાલન પણ કરવા તૈયાર છે.