ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 ઑક્ટોબર 2020 (10:23 IST)

છત્રાલ GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાન

રાજ્યમાં સતત આગ લાગવાની ઘટનાઓ સર્જાઇ રહી છે. જેને લઇને સરકારે ફાયર સેફ્ટીના નિયમોને કડક પગલાં ભરી રહી છે. ત્યારે આજે સવારે છત્રાલ જીઆઇડીઆઇમાં આવેલી દેવ નંદન ફેક્ટરીમાં વહેલી આગ લાગવાની ઘટના સર્જાઇ છે. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. 
 
આગ લાગવાની ઘટનાની જાણ થતાં આશરે પાંચ જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે જ્વલનશીલ કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને મામલદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.
 
આગ લાગવાની ઘટના કારણે આશરે 1.50 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.