સંબંધિત સમાચાર
- ડોનાલ્ડ ટ્રમ્પે, હોસ્પિટલમાંથી વ્હાઇટ હાઉસ ખસેડ્યા, માસ્ક કાઢી નાખ્યો અને તે પહોંચતાની સાથે જ તેને ખિસ્સામાં રાખ્યુ
- ભારત-ચીન યુદ્ધ થયુ તો ચીની સેના અટલ ટનલને બરબાદ કરશે: ગ્લોબલ ટાઇમ્સ
- Corona Virus- કોરોનાથી બચવું છે તો આ વાતોંનો રાખો ધ્યાન, નહી તો થઈ શકો છો સંક્રમિત
- 15 ઑક્ટોબરથી શાળાઓ વ્યવસ્થિત રીતે ખુલશે, શિક્ષણ મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી
- JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ફરી ગુજ્જુ વિદ્યાર્થીઓએ દેશમાં ડંકો વગાડ્યો
સમગ્ર ગુજરાતમાં સફાઈકર્મીઓ આજે હડતાલની જાહેરાત કરાઈ, ગેંગરેપના વિરોધમાં મોટી જાહેરાત
ઉત્તર પ્રદેશની ગેંગરેપની ઘટનામાં પીડિત પરિવારને વહેલામાં વહેલા ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ન તો વિરોધ પ્રદર્શન, ન કોઈ જાહેર સભા. કોરોનાને ધ્યાનમાં રાખીને સફાઈ કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું છે.
યુપીના હાથરસ ગામમાં દલિત સમાજની દીકરી સાથે દુષ્કર્મ હત્યાના વિરોધમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા એક દિવસની પ્રતિકાત્મક હડતાલની જાહેરાત કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલના સફાઈ કામદારો આજે મંગળવારે એક દિવસ શહેરભરમાં સફાઈ ન કરીને વિરોધ નોંધાવશે. શહેરભરમાં સફાઈ કામગીરી સંપૂર્ણ બંધ રખાશે.
શહેર ભરમાં 15 હજાર જેટલા કાયમી સફાઈ કામદારો છે અને 7 હજાર જેટલા રોજમદાર કર્મચારીઓ છે જે પોતાના કામથી દૂર રહી હાથરસમાં પીડિતાનો પરિવાર છે તેને ન્યાય મળે તેની માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે કલેકટર ને આવેદન આપવામાં આવશે અને ન્યાયની માંગ કરવામાં આવશે.
