દિવાળી ફરસાણ - મઠરી

mathari
Last Updated: શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (00:45 IST)

સામગ્રી- 200 ગ્રામ મેંદાનો લોટ, 50 ગ્રામ ચણાનો લોટ, 50 ગ્રામ રવો, મોણ માટે અડધો કપ ઘી, દૂધ એક કપ, 1 ચમચી અજમો, મીઠું સ્વાદાનુસાર, મરી પાવડર બે ચમચી
તળવા માટે તેલ

બનાવવાની રીત- સૌપ્રથમ મેદો-ચણાનો લોટ-રવો સાફ કરી ચાળીને સારી રીતે મિક્સ કરી લો.
એમાં ગરમ ઘી નાખી મસળો. હવે એમાં અજમો, મીઠું અને મરી ઉમેરી દૂધથી કઠણ લોટ બાંધી અડધો કલાક રહેવા દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તૈયાર કરેલા લોટના લૂઆ કરી એની નાની અને જાડી પૂરીઓ વણો. એમાં કાંટા વડે કાપા પાડો. ગરમ તેલમાં ધીમા તાપે સોનેરી રંગના તળી લો. આ વાનગી દિવાળી ઉપરાંત રોજ ચા સાથે નાસ્તાના રૂપમાં પણ સારી લાગે છે.આ પણ વાંચો :