રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : શનિવાર, 22 ઑક્ટોબર 2016 (05:03 IST)

Diwali special sweet- સેવ બરફી

સેવ બરફી બહુ જ સ્વાદિષ્ટ હોય છે આ દિવાળી તમે કોઈ નવી મિઠાઈ ઘરે બનાવવા વિચારી રહ્યા છો તો આ ડિશ સૌથી સરળ અને સરસ છે. તો આવો જાણીએ આજે કેવી રીતે બનાવીએ સેવ બરફી 


 
સામગ્રી
દૂધ- 1/2 કપ 
ખાંડ- 2 કપ 
સેવ- મોરા 500 ગ્રામ
માવા/ખોયા-1 Kg 
કાજૂ-20-25 
પીળો રંગ - 4 ટીંપા 
બદામ-20-25
ગુલાબ જળ 7-8 ટીંપા 
પિસ્તા -20-25 
દૂધ 2 કપ 
 
વિધિ- એક નૉન સ્ટિક પેનમાં 3 કપ પાણી અને 2 કપ ખાંડ નાખી સતત હલાવતા રહો જ્યારે સુધી ખાંદ ઓગળી ન જાય . હવે 4 નાની ચમચી દૂધ નાખી દો અને જુઓ કે ગંદગી  ઉપર  તરવા લાગે તો એને બહાર કાઢી ફેંકવું. હવે ખાવાનું રંગ નાખી મિક્સ કરો. હવે તાપને ધીમો કરી એમાં સેવ નાખી અને આરામથી મિક્સ કરો. જેથી સેવ તૂટી ન જાય. પછી માવા મિક્સ કરી નાખો. હવે 2 કપ દૂધ નાખી મિક્સ કરો અને રાંધો જ્યારે સુધી મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય. હવે ગુલાબ જળ નાખી હળવી રીતે મિક્સ કરો. હવે પિસ્તા કાજૂ અને બદામ નાખી સાવધાનીથી મિક્સ કરો. હવે તમે એલ્યુમિનિયમ ટ્રે પર થોડું ઘી લગાવી નાખો અને એને ટ્રેમાં મિશ્રણ નાખી સમાન રીતે ફેલાવી દો. હવે વધેલા કાજૂ બદામ અને પિસ્તા ઉપર સજાવો. હવે એને ઠંડા થવા મૂકી દો. જ્યારે પૂરેપૂરી ઠંડી થઈ જાય તો એને ચોરસ બરફી રીતે કાપી દો. તમારી સેવની બરફી તૈયાર છે.