રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 31 ઑક્ટોબર 2025 (16:30 IST)

Women World Cup 2025: આ વખતે મળશે નવો ચેમ્પિયન, IND W vs SA W વચ્ચે થશે ફાયનલ, જાણો ડિટેલ

Women's ODI Worldcup, Ind vs Aus,Ind vs SA,Jemimah Rodrigues, Cricket News,വനിതാ ഏകദിന ലോകകപ്പ്, ഇന്ത്യ- ഓസ്ട്രേലിയ, ഇന്ത്യ- ദക്ഷിണാഫ്രിക്ക, ഫൈനൽ
Women World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઈતિહાસ રચી દીધો છે. સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા (IND W vs AUS W) જેવી મજબૂત ટીમને 339 રનનુ મોટુ લક્ષ્ય ચેજ કરી દરેકને હેરાન કરી નાખ્યા.  ટીમ ઈંડિયાએ આ સ્કોર ફક્ત 5 વિકેટ ગુમાવીને મેળવી લીધો. જે મહિલા વનડે ક્રિકેટમાં સૌથી મોટો રન ચેઝ છે.  જેમિમા રોડ્રિગ્સ (Jemimah Rodrigues) ના શાનદાર સદી અને કપ્તાન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ની તોફાની રમતને કારણે ભારતે મહિલા વિશ્વ કપના ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. હવે ભારતનો સામનો સાઉથ આફ્રિકા (IND W vs SAW) થી થશે અને આ વખતે એક નવો ચેમ્પિયન દુનિયા સામે આવશે.  
 
જેમિમા અને હરમનપ્રીતનો જાદૂ  
આ મેચમાં જેમીમા રોડ્રિગ્સે પોતાના બેટથી એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. તેણીએ પોતાની કારકિર્દીની સૌથી પ્રભાવશાળી સદી ફટકારી, ટીમ માટે મજબૂત પાયો નાખ્યો. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ પોતાની શૈલીમાં રમી, ઝડપી અડધી સદી ફટકારી. તેમની મહત્વપૂર્ણ ભાગીદારીએ ભારતને વિજયના માર્ગ પર લાવ્યું. આ જોડીની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાની બોલિંગ શક્તિ ફિક્કી પડી ગઈ, અને ભારતે 339 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો.
 
ક્યારે અને ક્યા રમાશે ફાઈનલ 
 મહિલા વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. નોંધપાત્ર વાત એ છે કે, આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જ રમાશે, જ્યાં ભારતે સેમિફાઇનલમાં ઇતિહાસ રચ્યો હતો. આ મેચ 2 નવેમ્બરના રોજ રમાશે. આ બંને ટીમો માટે આ એક ખાસ પ્રસંગ હશે, કારણ કે બંનેમાંથી કોઈએ પણ આ પહેલાં મહિલા વર્લ્ડ કપ જીત્યો નથી. આનો અર્થ એ છે કે આ વખતે મહિલા ક્રિકેટને એક નવો વિશ્વ ચેમ્પિયન મળશે.