ઝુલે ઝુલે છે ગબ્બરની માંય
રંગ માં રંગ મા રંગતાળી
ઝુલે ઝુલે છે ગબ્બરની માંય, અંબા ઝુલે છે.માને ઝુલે ઝુલવાની હોશ ઘણી,તારા ભક્તો ઝુલાવે છે ખમ્મા કહી,ભક્તો ગાયે ને મા ખુશ થાય... અંબા ઝુલે છે.માના દરવાજે નોબત ગડગડે,અને શરણાઈના સૂર સાથે ભળે,રસ મસ્તીના સૂરો સંભળાય... અંબા ઝુલે છે.માએસોળે આભુષણ અંગે ધર્યા,ભાલે કુમકુમ કેસરનાં અર્ચન કર્યાં,હાથે ખડગ,ત્રિશૂળ સોહાય.... અંબા ઝુલે છે.માના તેજે ભાનુદેવઝાંખે પડે,બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જેવા ભજે,મળી દેવો સૌ આરતી ગાય, અંબા ઝુલે છે.આપ બોલો તો મુખડેથી ફૂલડાં ઝરે,આપ ચાલો ત્યાં કંકુના પગલાં પડે,વરસે વરસે કુમકુમનો વરસાદ.... અંબા ઝુલે છે.ભક્તો ગબ્બર ચડે ને ગમ્મત કરે,ભૂખ થાક તરસનું ન નામ ધરે,કરવા દર્શન બન્યા છે બેભાન.... અંબા ઝુલે છે.માના સોના હિંડોળે કંઈ રત્નો જડયાં,ઝુલે સાચા મોતીના તોરણ રહ્યાં,માડી ઝળકે છે જ્યોત અપાર.... અંબા ઝુલે છે.
રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગ માં રંગ મા રંગતાળી.મા ગબ્બરના ગોખવાળી રે, ,, ,,મા મોતીઓના હાર વાળી રે, ,, ,,મા ઘીના દીવડા વાળી રે, ,, ,,મા ચૂંવાળના ચોક વાળી રે, ,, ,,એ અંબે આરાસુર વાળી રે , ,, ,,મા કાળી તે પાવાવાળી રે , ,, ,,મા કલકત્તામાં દીસે કાળી રે. , ,, ,,મા ભક્તોને મન વ્હાલી રે , ,, ,,મા દુષ્ટોને મારવા ચાલી રે , ,, ,,માંહી અત્રીસ બત્રીસ જાળી રે , ,, ,,માએ કનકનો ગરબો લીધો રે. ,, ,,માંહે રત્નનો દીવડો કીધો રે , ,, ,,મા ફરે કંકુડાં ઘોળે રે. ,, ,,મહીં નાના તે વિધની ભાત રે , ,, ,,ભટ વલ્લભને જોયાને ખાંત રે , ,, ,,