સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે...
હું ક્યાંથી પાણી ભરું પાતળિયો પજવે છે
સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ,સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ રેસાયબા, મુને મુંબઇમાં મો’લ ચણાવજો રે લોલ.સાયબા, મારે સાસરો ભલા પણ વેગળા રે લોલ,સાયબા, મુને ઘૂંઘટ કાઢ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…સાયબા, મારી સાસુ ભલાં પણ વેગળા રે લોલ,સાયબા, મુને પગે પડ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…સાયબા, મારે જેઠ ભલા પણ વેગળા રે લોલ,સાયબા, મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…સાયબા, મારે જેઠાણી ભલાં પણ વેગળાં રે લોલ,સાયબા, મુને વાદ વદ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…સાયબા, મારો દેર ભલા પણ વેગળા રે લોલ,સાયબા, મુને હસ્યા બોલ્યાની ઘણી હામ રે. - સાયબા, મુને…સાયબા, મારી દેરાણી ભલાં પણ વેગળા રે લોલ,સાયબા, મુને જોડે રે’વાની ઘણી હામ રે. - સાયબા, મુને…
હું ક્યાંથી પાણી ભરું પાતળિયો પજવે છે,હે મારી ઉંચી પનઘટની પગધાર..ઉભી બજાર, એકલડી નાર,સાત સાત બેડલાનો માથે છે ભારહે એને લજ્જા ન આવે લગાર, બેડલા લજવે છે.પાતળિયો પજવે છેગાગર પર ગાગર ને ગાગરમાં પાણીપાટણ નગરની વાત છે અજાણીજેની મુરલીની રસધાર, મોરલી લજવે છે.પાતળિયો પજવે છે