નવરાત્રીમાં દોહા અને છંદનો લલકાર

વેબ દુનિયા|

નવરાત્રીમાં માતાના ગરબા ગાયા બાદ મોડી રાત્રે ગુજરાતી દોહાનો લલકાર ગાજી ઉઠે છે. જેમાં નીચે આપેલા ચાર દોહા વધુ ગાવામાં આવે છે.

દોહા (1)
હે......... આઘટ ગાગરની વાત મજાની, જન્‍મ ધરીને જીવવાની......
જન્‍મ ધરીને જીવવાની
પેટ ભરી ખાવા પીવાની, હસવાની ને રડવાની.....
જીરે હસવાની ને રડવાની
હે......... નિંદા કરવાની ગુણલા ગાવાની, મીઠાં ગડથોલાં ખાવાની.....
મીઠા ગડથોલાં ખાવાનીઅંતે ખોળે ધૂળ ભરીને, ધૂળમાં છે મળી જાવાની...... જીરે
ધૂળમાં છે મળી જાવાની


દોહા (2)
હે........ દુખીયાં આવે દુઃખ મીટાવે, ગુણીજન આવે ગુણ ગાવે .......
ગુણીજન આવે ગુણ ગાવે
જ્ઞાની ધ્‍યાની ને માની આવે, મનવાંછીત ફળ સૌ પાવે..... રે જીરેમનવાંછીત ફળ સૌ પાવે.
હે......... કોઈ ગવડાવે તો કોઈગાવે, કોઈ ખાવે કોઈ ખવડાવે..... કોઈ
ખાવે કોઈ ખવડાવે
જલાની પાસે જે કોઈ આવે, ખાલી હાથન કોઈજાવે ..... રે જીરે
ખાલી હાથ ન કોઈ જાવે.

દોહા (3)
હે....... સૌમ્‍યં શાન્‍તં શ્‍વેત શુભાંગં, શ્રી કરૂણામય ભયહર્તા.... શ્રીકરૂણામય ભયહર્તા
સુંદીરલાલં નયન કૃપાલં, કર કમલે શોભીત દંડમ્‌ ..... રે જીરે
કર કમલે શોભીત દંડમ્‌
હે....... રઘુપતીરામમ્‌ યદુપતીશ્‍યમમ્‌ ભયક ખદારમ્‌ભયતારમ્‌ .....
ભયક ખદારમ્‌ ભયતારમ્‌
ત્‍વામ્‌ ચરણે મય કોટીશ વંદન, વીરપુરવાસી જલારામમ્‌ રે જીરે
વીરપુરવાસી જલારામમ્‌
દોહા (4)
હે...... . અક્ષવિશાલા, વક્ષવિશાલા, બંસીવાલા ગોપાલા.....
બંસીવાલા ગોપાલા
ગોપીજન પ્‍યારા પ્રેમલધારા, ઇશકૃપાલા નંદલાલા ..... રે જીરે
ઈશકૃપાલા નંદલાલા
હે........ આવો સુખધારા, વૃજધારા, મુકુન્‍દ મુરારી વનમાળી....
મુકુન્‍દ મુરારી વનમાળીકહે રાધે પ્‍યારી શ્રી બલિહારી, જમવા પધારો ગીરધારી..... રે
જીરે જમવા પધારો ગીરધારી


આ પણ વાંચો :