મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Modified: સોમવાર, 7 ઑક્ટોબર 2019 (18:08 IST)

Dussehraના દિવસે કરો આ 10 કામ

દશેરા ઉજવવાની દરેક શહેરની જુદી જુદી રીત છે. પણ બધા સ્થાન પર કેટલાક સામાન્ય કાર્ય પણ કરાઅમાં આવે છે. આવો જાણીએ આવા 10 કાર્ય 
1. વિજયાદશમી પર રામલીલા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવાની પરંપરા છે. 
2. ભારતના દરેક શહેરમાં દશેરા કે રામલીલા મેદાન હોય છે. જ્યા મેળો ભરાય છે અને રાવણ દહન થાય છે 
3. દરેક સ્થાન દશેરા મિલન સમારંભનુ આયોજન થાય છે. દશેરાના બીજા દિવસે એકબીજાને મળવાની પરંપરા પણ છે. 
4. આ દિવસે લોકો પોત પોતાની ક્ષમતા મુજબ સોના-ચાંદી, વાહન, કપડા અને વાસણોની ખરીદી પણ કરે છે. 
5. દશેરા પર સવારે વાહન, શસ્ત્ર, અપરાજીતા અને શમી વૃક્ષનુ પૂજન કરવામાં આવે છે. 
6. આ દિવસે નવા વસ્ત્ર અને આભૂષણોને ધારણ કરી લોકો રાવણ દહન જોવા જાય છે. 
7. રાવણ દહન પછી લોકો એકબીજાના ઘરે જઈને, ગળે મળીને, પગે પડીને મોટાનો આશીર્વાદ લે છે. 
8. દશેરાના દિવસે બધા સુવર્ણના પ્રતીક શમી પાનને એકબીજાને વહેંચે છે 
9. આ દિવસે મોટો લોકો તેમનાથી નાના લોકોને દશેરીના રૂપમાં રૂપિયા, વસ્ત્ર અને મીઠાઈ પણ આપે છે. 
10.આ દિવસે ખાસ કરીને ગિલકાના પકોડા અને મીઠા ભજીયા બનાવવાનો રિવાજ છે.