ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (13:19 IST)

Dussehra- દશેરાની પૂજન વિધિ અને કેવી રીતે કરીએ શમી પૂજન

- ક્ષત્રિયો/રાજપૂતો માટે પૂજન વિધિ 
- સાધકે આ દિવસે પ્રાત: સ્નાનાદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને નિમ્ન સંકલ્પ લો. 
 
मम क्षेमारोग्यादिसिद्ध्‌यर्थं यात्रायां विजयसिद्ध्‌यर्थं
गणपतिमातृकामार्गदेवतापराजिताशमीपूजनानि करिष्ये।
 
- ત્યારબાદ દેવતાઓ, ગુરૂજન, અસ્ત્ર-શસ્ત્ર, અશ્વ આદિનુ યથાવિધિ પૂજન કરો. - ત્યાર પછી અશ્વ પર બિરાજીને સવારે હાથી, તુરંગ, રથ સાથે યાત્રા માટે ઈશાન કોણ તરફ નીકળી પડો. 
- રસ્તામાં શમી અને અશ્મતકની પાસે ઉતરી શમીના મૂળ તરફની જમીનને પાણી ચઢાવો. 
- હવે પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ રાખીને બેસો અને પહેલા શમીનુ પૂજન નીચેના મંત્ર દ્વારા કરો. 
शमी शमय मे पापं शमी लोहितकंटका।धारिण्यर्जुन बाणानां रामस्य प्रियवादिनी॥
करिष्यमाणयात्रायां यथाकालं सुखं मम।
तत्र निर्विघ्नकर्त्री त्वं भव श्रीरामपूजिते॥
 
- હવે અશ્મતકની પ્રાર્થના નીચેના મંત્રો દ્વારા કરો. 
 
अश्मंतक महावृक्ष महादोषनिवारक।
इष्टानां दर्शनं देहि शत्रूणां च विनाशनम्‌॥
 
- ત્યારબાદ શમી અને અશ્મતકના પાન લઈને તેમના પૂજા સ્થાનની થોડી માટી, થોડા ચોખા અને એક સોપારી લઈને એક કપડામાં બાંધી દો. અને સિધ્ધિની કામનાથી પોતાની પાસે રાખો. 
 
- પછી આચાર્યનો આશીર્વાદ લો.
- પછી શત્રુને જીતી લીધો કહીને વૃક્ષની પરિક્રમા કરો. 
- પછી નગરમાં આવીને પ્રવેશ દ્વાર પર પૂજા આદિ કરીને પ્રવેશ કરો. 
- જે સાધક પ્રત્યેક વર્ષે આ પ્રકારની પૂજા કરે છે તેનો શત્રુ પર હંમેશા વિજય થાય છે. દશેરા માંડવાની આ જ રીત છે. 
 
સામાન્ય લોકો માટે પૂજન વિધિ
- સામાન્ય લોકોએ સવારે નિત્યક્રમથી પરવારી દેવીનુ વિધિવત પૂજન કરવુ જોઈએ. નવમી વિજયા દશમીએ વિસર્જન અને નવરાત્રિના પારણા કરવા જોઈએ. 
- સવારે ઈશાન દિશામાં શુધ્ધ ભૂમિ પર ચંદન, કંકુ વગેરેથી અષ્ટદળ કમળનું નિર્માણ કરીને બધી સામગ્રી ભેગી કરીને અપરાજિતા દેવે સાથે વિજયા દેવીઓનું પૂજન કરો. 
- શમી વૃક્ષની પાસે જઈને વિધિપૂર્વક શમી દેવનુ પૂજન કરો. તેના વૃક્ષની માટી લઈને પાછા ફરો. 
-તે માટી કોઈ પવિત્ર જગ્યાએ મૂકો. 
- આ દિવસે શમીના તૂટેલા પાન, કે ડાળીયોની પૂજા ન કરવી જોઈએ.
જો આપણે રાવણ દહનનો આનંદ ન લઈએ તો વિજયાદશમીનો ઉત્સવ અધૂરો રહી જાય છે. એક બાજુ મોટા મોટા દશેરા મેદાનોમાં રાવણ, કુંભકર્ણ અને મેધનાદના 
 
પૂતળા બાળવાની પરંપરા છે. નાની ગલીયોમાં ઘરોમાં પણ આયોજનો થવા લાગ્યા છે. કામ ક્રોધ મદ લોભ રૂપી આ રાવણનું દહન કરી બધા આગામી વર્ષની 
 
સફળતા માટે પ્રાર્થના કરે છે.
ક્ષત્રિયો/રાજપૂતો માટે પૂજન વિધિ - સાધકે આ દિવસે પ્રાત: સ્નાનાદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને નિમ્ન સંકલ્પ લો. 
જો આપણે રાવણ દહનનો આનંદ ન લઈએ તો વિજયાદશમીનો ઉત્સવ અધૂરો રહી જાય છે. એક બાજુ મોટા મોટા દશેરા મેદાનોમાં રાવણ, કુંભકર્ણ અને મેધનાદના 
 
પૂતળા બાળવાની પરંપરા છે. નાની ગલીયોમાં ઘરોમાં પણ આયોજનો થવા લાગ્યા છે. કામ ક્રોધ મદ લોભ રૂપી આ રાવણનું દહન કરી બધા આગામી વર્ષની 
 
સફળતા માટે પ્રાર્થના કરે છે.