દશેરાના દિવસે કરો આ 10 ઉપાય, દરેક ક્ષેત્રમાં વિજય મળશે
અશ્વિન શુક્લ પક્ષની દશમીનુ ખૂબ જ ખાસ મહત્વ રહે છે. આ દિવસે દશેરા અને વિજયાદશમીનો પર્વ ઉજવાયો છે. અનેક લોકો આ દિવસે સાધના કરે છે અને અનેક લોકો આ દિવસે દશેરા અને વિજયાદશમીનો તહેવાર ઉજવે છે. લોકો આ દિવસે જ્યોતિષના ઉપાય કરીને પોતાના જીવનને સંકટને દૂર કરે છે. આવો જાણીએ દશેરાના દિવસે કરવામાં આવતા 10 ઉપાય.
1. ધન સમૃદ્ધિ માટે -
દશેરાના દિવસે સાંજે માતા લક્ષ્મીનુ ધ્યાન કરતા મન્દિરમાં ઝાડુ દાન કરવાથી ધન અને સમૃધિ વધે છે.
2. નોકરી-વેપાર માટે -
નોકરી અને વેપારમાં પરેશાની થઈ તો દશેરાના દિવસે માતાનુ પૂજન કરી તેના પર 20 ફળ ચઢાવીને ગરીબોમા વહેચો. દેવી પર સામગ્રી ચઢાવતી વખતે ૐ વિજયાયૈ નમ નો જાપ કરો. આ ઉપાય મઘ્યાહ્ન શુભ મુહૂર્તમા કરો. ચોક્કસ જ દરેક ક્ષેત્રમા વિજય મળશે. એવુ માનવામાં આવે છે કે શ્રીરામે પણ રાવણને પરાસ્ત કર્યા બાદ મઘ્યકાળમાં પૂજન કર્યુ હતુ.
3. કોર્ટ કચેરીથી મુક્તિ માટે -
દશેરાના દિવસે શમીના ઝાડ નીચે દિવો પ્રગટાવવાથી બધા પ્રકારના કેસમાંથી મળે છે. શમીના ઝાડ નીચે દિવો પ્રગટાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
4. શુભતા અને વિજય માટે -
શ્રી રામે રાવણનો વધ કરતા પહેલા નીલકંઠને જોયો હતો. નીલકંઠને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી દશેરાના દિવસે તેનું દર્શન કરવું ખૂબ જ શુભ છે.
5. બિઝનેસ માટે:
જો ધંધામાં સતત નુકસાન થતું હોય તો દશેરાના દિવસે 1.25 મીટરના પીળા કપડામાં એક નારિયેળ લપેટીને પવિત્ર દોરાની જોડી અને 1.25 પાવની મીઠાઈ સાથે કોઈ પણ નજીકના રામ મંદિરમાં અર્પણ કરો. ધંધો તરત જ શરૂ થશે.
6. સ્વાસ્થ્ય માટે:
કોઈપણ રોગ અથવા સંકટને દૂર કરવા માટે, એક આખું પાણીવાળુ નારિયેળ લો અને તેને 21 વાર પોતાના પરથી ઉતારી લો અને તેને રાવણ દહનની આગમાં નાખી દો. ઘરના બધા સભ્યો પરથી તમે ઉતારીને તમે આવુ કરશો તો વધુ સારું રહેશે.
7. આર્થિક પ્રગતિ માટે:
દશેરાના દિવસથી સતત 43 દિવસ સુધી દરરોજ કૂતરાને ચણાના લોટના લાડુ ખવડાવો. તેનાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
8. પરેશાનીઓમાંથી મુક્તિ:
દશેરા પર સુંદરકાંડની કથા કહેવાથી તમામ રોગો અને માનસિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
9.સકારાત્મક ઉર્જા માટે:
દશેરાના દિવસે, ફટકડીનો ટુકડો પરિવારના તમામ સભ્યો પરથી ઉતારીને તમારી પીઠ પાછળ તમારા એ ઈષ્ટદેવનું ધ્યાન કરતી વખતે તેને ટેરેસ અથવા એકાંત સ્થાન પર ફેંકી દો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
10. શુભ્રતા માટે :
માન્યતાઓ મુજબ દશેરા પર રાવણ દહન પછી ગુપ્ત દાન કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે.