ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઈદ
Written By
Last Updated: સોમવાર, 20 ઑગસ્ટ 2018 (11:56 IST)

સ્પેશ્યલ રેસીપી - ખજૂરની ખીર

સામગ્રી - ખજૂર 15, ઉકાળેલુ દૂધ 2.4 લીટર, નારિયળ દૂધ - 1/4 કપ કપાયેલ ખજૂર, 1 ચમચી કાપેલ કાજૂ અને બદામ.  ઈલાયચી પાવડર ચપટીભર, ઘી એક ચમચી. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ખજૂરને અડધા કપ ગરમ દૂધમાં 15 મિનિટ માટે પલાળીને મુકી રાખો. પૈનમાં ઘી ગરમ કરો. તેમા સમારેલા સૂકા મેવા અને 1 ચમચી કપાયેલ ખજૂર નાખીને ક્રિસ્પ થતા સુધી સેકો. પછી બાજુ પર મુકી દો. હવે મિક્સરમાં પલાળેક ખજૂર અને દૂધને ફેરવી લો. પછી પેનમાં દૂધ ઉકાળો અને 5 મિનિટ માટે ધીમા તાપ પર ઉકાળી લો. હવે તેમા વાટેલા ખજૂરનુ પેસ્ટ નાખો. પછી હલાવો અને ધીમા તાપ પર મુકો. થોડીવાર પછી જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા ઘી માં રોસ્ટ કરેલા ખજૂર અને મેવા ઈલાયચી પાવડર અને નારિયળનુ દૂધ નાખો. તમારી ગરમા ગરમ ખજૂર ખીર મહેમાનોને સર્વ કરવા માટે તૈયાર છે.