સ્નેક્સના શોખીન છો તો ઘરે બનાવો કોર્ન ચીજ બૉલ્સ

Last Modified મંગળવાર, 17 જુલાઈ 2018 (16:41 IST)
વરસાદમાં જો તમે ગરમા ગરમ ભજીયા ખાઈને કંટાળી ગયા છો તો આ સમયે કાર્ન ચીજ બૉલ્સ ટ્રાઈ કરીને જુઓ. આ ખાવામાં ખૂબ ટેસ્ટી અને યમ્મી છે. તેને એક વાર ખાધા પછી તમે પકોડાના ટેસ્ટ કરવું ભૂલી જશો. આવો તેને બનાવવાની વિધિ જાણીએ

સામગ્રી
ચીજ માટે
મોજરેલા ચીજ 1/4 કપ
બટાટા બાફેલા મેશ કરેલા 1-2 બટાટા
અરારોટ - 1 ચમચી
ચાટ મસાલા 1/2 નાની ચમચી
કાળી મરી પાઉડર 1/2 નાની ચમચી
મીઠું સ્વાદપ્રમાણે
બાકીની સામગ્રી
અરારોટ 1/2 કપ
મેંદો પેસ્ટ 3 મોટી ચમચી
બ્રેડ ક્રમ્બસ 1 ક્પ
તેલ ફ્રાઈ કરવા માટે

વિધિ- ચીજ માટે
1. સૌથી પહેલા બધી સામગ્રીને એક વાડકામાં નાખી સારી રીતે મિક્સ કરી લો.
બાકીની તૈયારી-
2. હવે ચીજ માટે તૈયાર કરેલ મિશ્રણમાંથી થોડું ભાગ લઈને લીંબૂના આકારમાં ગોળ કરી લો.
3. પછી તેની અરારોટની સાથે કોટિંગ કરવી.
4. ત્યારબાદ તેને મેંદાના પેસ્ટમાં ડિપ કરીને બ્રેડ ક્રમ્બસથી કોટિંગ કરવી.
5. હવે આ પ્રક્રિયા બધા મિશ્રણથી કરવું એક 30 મિનિટ માટે ફ્રિજમાં રાખવું.
6. હવે કડાહીમાં તેલ ગરમ કરવું તેમાં ગોળ કરી ચીજ બૉલ્સ નાખી અને ધીમા તાપ પર સોનેરી રંગ થવા સુધી ફ્રાઈ કરવું.
7. હવે એક્સ્ટ્રા તેલ શોષવા માટે તેને ટિશૂ પેપર પર કાઢો.
8. કાર્ન ચીજ બૉલ્સ બનીને તૈયાર છે. હવે કેચપ સાથે સર્વ કરવું.


આ પણ વાંચો :