મેવા મિશ્રિત આમ્રખંડ(શ્રીખંડ)

aamkhand

સામગ્રી - 500ગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ મોળું દહીં, એક કેરી, બસો ગ્રામ રબડી, ઈલાયચી, બદામ, પિસ્તા(કતરેલા), કેસર ઈચ્છામુજબ, 

બનાવવાની રીત - દહીંને રાત્રે એક ઝીણા કપડાંમાં બાંધીને લટકાવી દો. તેની નીચે એક તપેલી મૂકી દો. જેથી કરીને આખી રાતમાં દહીંનુ પાણી નીતરી જાય. હવે સૌ પ્રથમ એક પાકી કેરીને છોલીને કાપી લો અને મિક્સરમાં ફેરવી લો. હવે પાણી નિતારેલા દહીંમાં ખાંડ ભેળવી લો. આ મિશ્રણમાં કેરીનો રસ મિક્સ કરી દો. આ મિશ્રણને પાતળા કપડાંથી ગાળી લો. તેમાં રબડી મિક્સ કરો. ઈલાયચી, બદામ, પિસ્તા વાટીને કેસર નાખો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી ફેંટી લો. હવે ફ્રિજમાં ઠંડુ કરવા મૂકો. મેવા મિશ્રિત સર્વ કરોઆ પણ વાંચો :