બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By વેબ દુનિયા|

આજે પણ યાદ છે તે મિત્રો તે દિવસ...

W.D

મિત્રતા ! વ્યાખ્યા શું કરવી અહી નથી કોઈ અપેક્ષા, બસ પ્રેમ-હૂંફ અને હોય જાણે અભય સુરક્ષા !!! મિત્ર શબ્દ સામે આવતા જ કૃષ્ણ-સુદામાની મૈત્રી યાદ આવી જાય. જ્યા ન હતો કોએ એ ભેદભાવ કે ન હતો કોઈ સ્વાર્થ. હતી તો બસ એક નિર્દોષ મિત્રતા. અ અજે આ શબ્દે વરવુ સ્વરૂપ લઈ લીધુ છે. મૈત્રીમાં આજે છેતરપીંડી, અવિશ્વાસ, લાલચ, અભિમાન વગેરે જેવા કૃતત્વોનો ઉમેરો થઈ ગયો છે, જેને આ શબ્દનુ મહત્વ અર્થઘટન જ ફેરવી નાખ્ય છે. યુવક-યુવતીઓ આ જ મિત્રતાના પવિત્ર નામ સાથે ચેડા કરી અવળા માર્ગે દોરાય જાય છે. ખેર છોડો, નકારત્મક કરતા સકારાત્મક વાતોમાં મજા છે.

મારો લંગોટીયો ભેરૂ દિપક એનુ નામ અને એના સંભારણા છોડીને કશેક દૂર જતો રહ્યો છે. કહે છે કે ત્યાંથી કોઈ પાછુ આવતું નથી, પણ કોઈ મારા તે ભાઈબંધની યાદો અને તેના પ્રેમને મારી પાસેથી છીનવી નહી શકે. પછી તો ઘણા યારો-દોસ્તારો આવ્યા પણ બેગ્લોરના મારા જર્નાલીઝમના કોર્સ અને ત્યાં હોસ્ટેલમાં અને કોલેજોમાં ચોવીસે કલાક સાથે રહીને ગાળેલો મારો એ જોડીદારો સાથની મીઠી પળોને હું કેવી રીતે ભૂલી શકુ ? ભારતના ખૂણેખૂણાથી આવેલા સિધ્ધરાજ, મનીષ, ભાવિન, પારૂલ, રાજેશ્વરી, સુપ્રિયા, શેફાલી, શિવાની, પૌરવી, શ્વેતા, સૂચી, નિરજ અને અભિલાષ સાથેની મસ્તી ભરી ક્ષણો, કુટુંબથી દૂર હોવાથી એક બીજાના સ્વજન તરીકેની લાગણી, મીઠા ઝઘડાઓ અને છૂટી પડતી સમયની વેદનાને મારા મન મસ્તિષ્કમાંથી કાઢવી મુશ્કેલ જ નહી પરંતુ અશક્ય પણ છે.ઘણી વખત વિચારોના વમળો ઉઠે કે જાણે એ સમયને સારી રીતે માણી નથી શક્યો પણ વ્યર્થ ! એ ઘડીઓ ફરી નથી આવવાની પણ હા એ મિત્રતાની મધુરતાનો કદી અંત નહી આવે.
W.D

હજુ જ્યારે પણ કોઈનો ફોન આવે તો મારા તે મિત્રોના ફોનનો જ આભાસ થાય... ફોન પર વાતોનો અંત જ ન આવે... હા, સાચે જ, હજુ એ મિત્રતા મરી પરવારી નથી એવો અનુભવ આવા સમયે જ થાય, બસ, લખવા માટે તો હાથ રોકી શકાય એમ નથી પણ... એક કામ યાદ આવી ગયુ... અરે.. અરે.. મેરે યાર કી શાદી હૈ... અને છેલ્લા એક મહિનાથી એના માટેની તૈયારીઓ ચાલુ હોવા છતાં એ પૂરી જ નથી થઈ રહી.. મારા બધા મિત્રોને હેપી ફ્રેંડશિપ ડે..........બધાના કોલની રાહ સાથે ......

કુલદિપ લહેરૂ