બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By પારૂલ ચૌધરી|

ફેન્ડશીપ વીથ પેટ્સ.......

N.D

મિત્રતા કોને કહેશો તમે? શુ ફક્ત માણસો વચ્ચેના સંબંધને જ આપણે મિત્રતા કહી શકીએ. શું બે માણસો વચ્ચે જ સાચી જ મિત્રતા બંધાય ? શું ક્યારેય માણસ કે કોઈ પ્રાણી વચ્ચે મિત્રતા ન હોઈ શકે? આજે જ્યારે માણસ એક બીજા માણસ પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.

ફ્રેંડશીપ ડેના દિવસે આપણે ફક્ત આપણા મિત્રો સાથે જ ફરીએ છીએ, તેમની સાથે પીકનીક પર જઈએ છીએ, તેમને ગીફ્ટ આપીએ છીએ અને આખો દિવસ તેમની સાથે જ પસાર કરીએ છીએ તો પછી આજના દિવસે માણસોનાં મિત્રો ગણાંતા એવાં પ્રાણીઓને કેમ ભુલી જવાય?
N.D

ઘણાં લોકો પોતાની પસંદગીના પેટ્સ રાખે છે. કેટલાયને પ્રાણીઓ, પક્ષીઓ તેમજ પશુઓને પાળવાનો શોખ હોય છે જેમકે કોઈને બિલાડી, કુતરાઓ, પોપટ, કબુતર તેમજ અન્ય જુદા જુદા પશુઓને પણ પાળવાનો શોખ હોય છે. આ પ્રાણીઓને પાળવા તે જ ફક્ત પુરતુ નથી પરંતુ થોડા સમય અંતરે તેમની સાથે જે મિત્રતાનો સંબંધ બંધાઈ જાય છે તે ખુબ જ અગત્યની છે.

પ્રાણીઓ સાથેની મિત્રતા પણ એક અલગ જ સંબંધ છે. જો આપણા ઘરમાં કોઇ પાલતું પ્રાણી હોય તો તે ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. તેને રહેવાની, જમવાની એક અલગ સગવડ કરાય છે. વધુમાં ક્યારેક જો આપણે બહાર જવાનું થાય તો પાલતુ પ્રાણીની આપણે પહેલ ચિંતા થાય છે. આપણી ગેરહાજરીમાં તેની સાર સંભાળ કોણ લેશે? તેને સમયસર જમવાનું કોણ આપશે? સહિતની ચિંતા તેના માલિકને કોરી ખાય છે. છેવટે તે આ બધી વ્યવસ્થા કરીને જ બહાર જાય છે.

શુ આ એક અનોખો પ્રેમ નથી દર્શાવતો? ઘણાં ઘરમાં તો મા-બાપ જેટલો પ્રેમ બાળકોને આપે છે તેટલો જ પ્રેમ પશુઓને અને પ્રાણીઓને પણ આપે છે.
N.D

ફક્ત મનુષ્ય જ મનુષ્યનો સાચો મિત્ર બની શકે તેવું નથી પરંતુ પ્રાણીઓ પણ મનુષ્યના સાચા મિત્રો સાબિત થયા છે. જેટલો વફાદાર મનુષ્ય નથી રહેતો તેટલા વફાદાર પ્રાણીઓ રહે છે. ઘણાં પ્રાણીઓને પણ એટલી સુઝ હોય છે કે જો તેમનો માલિક અમુક દિવસ સુધી બહાર ગામ જાય તો તેઓ ખાવાનું પણ નથી ખાતાં અને જો તેમના માલિકનું મૃત્યું નીપજે તો તેઓ પણ શોક મનાવે છે. તો આટલી બધી સમજણ અને પ્રેમ દાખવતાં આપણાં પ્રાણીઓને આપણે આજના દિવસે કેવી રીતે ભુલી શકીએ?

આ અંગે તમને જણાવું કે 2000ની સાલમાં જ્યારે ગુજરાતમાં ભુકંપ આવ્યો તેના અમુક દિવસ બાદ છાપામાં અમુક કિસ્સાઓ વાંચવા મળતાં હતાં કે, જો આજે હું આ ધરતી પર હોઉ તો તે મારા કુતરાને લીધે. કેમકે જ્યારે ભુકંપ આવવાનો હતો ત્યારે તે મને ખેચીને ઘરમાંથી બહાર લઈ આવ્યો હતો. આવા અનેક કિસ્સા છાપામાં આવ્યાં હતાં. તો પ્રાણીઓને પણ એટલી સમજ પડે છે કે મારા માલિક જે મારા માટે આટલું બધું કરે છે તેમનું ઋણ ચુકવવાનો વારો આજે આવી ગયો છે.

તો પછી આજના દિવસે આપણે આટકા બધા પ્રેમાળ મિત્રોને પણ યાદ રાખીને તેમની સાથે મિત્રતા જેવું વર્તન કરવું જોઈએ.